Homeગુજરાતીરિયલ લાઈફ કપલ IPS મનોજ શર્મા અને IRS શ્રદ્ધા જોશી પર બની...

રિયલ લાઈફ કપલ IPS મનોજ શર્મા અને IRS શ્રદ્ધા જોશી પર બની છે, 12મી ફેલ ફિલ્મ

12મી ફેલ ફિલ્મે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર દિલ જીતી રહી છે. તાજેતરમાં વિક્રાંત મૈસી અને મેઘા શંકર સ્ટાર ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી. વિધુ વિનોદ ચોપડાની આ ફિલ્મ રિયલ લાઈફ કપલ IPS અધિકારી મનોજ કુમાર શર્મા અને IRS અધિકારી શ્રદ્ધા જોશી પર આધારિત છે. ગરીબી પર વિજય મેળવી IPS અધિકારી બનવાવાળા મનોજ કુમાર શર્માના રોલમાં અભિનેતા વિક્રાંત મૈસીએ કરેલા અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. તેણે દુનિયાભરમાં 70 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે.

વિધુ વિનોદ ચોપડાની હાલની ફિલ્મ ‘ 12મી ફેલ’ ના પાછળ રિયલ લાઈફની પ્રેરણા, IPS અધિકારી મનોજ શર્મા અને IRS અધિકારી શ્રદ્ધા જોશીએ પોતાની પ્રેમ કહાની વિશે ખુલાસો કર્યો હતો. પ્રેમની શક્તિ પર વિશ્વાસ રાખવા વાળા મનોજ શર્માએ શ્રદ્ધા માટે આદર્શ જીવન સાથી બનવાના પોતાના દૃઢ સંકલ્પને શેર કરી છે. તેમના રસ્તા પહેલી વાર દિલ્હીમાં મુખર્જી નગરમાં એક UPSC કોચિંગ સેન્ટરમાં મળ્યા. જ્યાં એક શિક્ષકે હિંન્દી સાહિત્યમાં શ્રદ્ધાની રુચિને કારણે બેસવાનું સૂચન કર્યું.

તેમની શરૂઆતની મુલાકાતો યાદ કરતા, મનોજએ જણાવ્યું કે કેવી રીતે તે શ્રદ્ધા જોશીના નામ થી જ મોહિત થઈ ગયા અને હકીકત એ છે કે તે અલમોડા શહેરની છે. તેમણે યાદ કરતા કહ્યું કે, ”એક તો નામ શ્રદ્ધા, ઉપર થી અલ્મોડા શહેર. એ દિવસે જ મને લાગ્યું હતુ કે તેમનામાં કઈંક ખાસ છે.” તેમણે કહ્યું કે સમય સાથે, મનોજના મનમાં શ્રદ્ધા માટે સાચ્ચી ભાવનાઓ વિકસિત થઈ અને તેને હિંમતથી તેના સામે કબૂલ કર્યું.

સંબંધિત લેખો

Most Popular