
દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે દરેક રાજ્યનું તંત્ર એલ ર્ટ બનતું જોવા મળી રહ્યું છએ ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અસરગ્રસ્ત રાજ્યોના મંત્રીઓ પાસેથી વરસાદના કારણે સર્જાયેલી તારાજીની સ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો.
ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, ઝાડ અને વીજળી પડવાને કારણે 34 લોકોના મોત થયા છે. ત્યારે પીએમ મોદીને જે તે રાજ્યોના મંત્રીઓએ પોતાના ત્યાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
જાણકારી અનુસાર જે તે રાજ્યોના અધિકારીઓએ વડા પ્રધાનને ભારે વરસાદને કારણે બગડેલી પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી . તેમને જાણ કરવામાં આવી હતી કે સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.
PM @narendramodi spoke to senior Ministers and officials, and took stock of the situation in the wake of excessive rainfall in parts of India. Local administrations, NDRF and SDRF teams are working to ensure the well-being of those affected.
— PMO India (@PMOIndia) July 10, 2023