સુરત, 1 મે 2026: Toll Plaza become barrier-free દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતના ચોર્યાસી પાસેનું ટોલ પ્લાઝા દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા બન્યુ છે. ગઈ મધરાતથી બ્રિયરલેસ ટોલપ્લાઝાની સેવા શરૂ કરવામાં આવી છે. જેથી હવે વાહનચાલકોને એક સેકન્ડ પણ ટોલપ્લાઝા પર રોકાવવું નહી પડે, વાહનો ટોલ પ્લાઝા નીચેથી પસાર થતા જ ટોલ ટેકસ કપાી જશે.
સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા દિલ્હી મુંબઈ હાઈવે (NH48) પર આવેલુ છે. કેન્દ્રીય રોડ રસ્તા પરિવહન મંત્રાલયનો આ એક પ્રયાસ છે, જેમાં આવનારા સમયમાં આ પ્રકારના ટોલ પ્લાઝા દેશમાં અન્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. જેથી વાહનો રોકવા ન પડે. દેશનો પ્રથમ ‘બેરિયરલેસ ટોલિંગ’ માનવ રહિત ટોલ બુથ સુરતના કામરેજ ચોર્યાસીમાં લોન્ચ કરાયો છે. ગઈ રાત્રે 12 વાગ્યાના ટકોરે ‘બેરિયરલેસ ટોલિંગ’ સિસ્ટમનો શુભારંભ કરાયો છે. જે દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝા છે. જેમાં હાઈટેક CCTVથી ફાસ્ટેગ નંબલ પ્લેટ રીડ કરીને ટેક્સ કપાશે. 8 લેન પર 32 હાઈટેલ CCTV મુકાયા છે. નવી સિસ્ટમથી વાહનચાલકોને રાહત મળશે. તેઓને હવે ટોલ પ્લાઝા પર બેરિયર હટાવવાની રાહ નહિ જોવી પડે.
સૂત્રોના કહેવા મુજબ બેરિયરલેસ ટોલપ્લાઝામાં તાઈવાનની અત્યાધુનિક ટેકનોલોજીનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 20 મીટર દૂર થીજ વાહનના ફાસ્ટટેગ સ્કેન કરે છે સિસ્ટમ. સિસ્ટમમાં લાગેલા હાઈ ડેફિનેશન કેમેરા વાહનની આગળ પાછળની નંબર પ્લેટ સ્કેન કરે છે. હાઈટેક સીસીટીવીથી ફાસ્ટટેગ નંબર પ્લેટ રીડ કરી ઓટોમેટિક ટોલ ટેક્સ સિસ્ટમ કાપી લેશે. કામરેજ ચોર્યસી ટોલ બુથ પર બંને તરફના માર્ગ એટલે 8 લેન પર કુલ 32 હાઈટેક સીસીટીવી લગાવાયા છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે, તે ટ્રાફિકના નિયમમાં ઉલ્લંઘન પર તાત્કાલિક સિસ્ટમ ઈ-ચલણ જનરેટ કરશે. રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા આ આધુનિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રાત્રે લોન્ચિંગ કાર્યક્રમમાં IHMCLના CEO મુદિત અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજે અધિકારીઓ ટોલપ્લાઝા પર જઈને સમગ્ર સિસ્ટમનો તાગ મેળવશે. નવી વ્યવસ્થાથી વાહનચાલકોને ટોલ પર રાહત અને સમય બચત થશે. આ પહેલ માર્ગ વ્યવસ્થામાં ડિજિટલ પરિવર્તન તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.


