1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચિલોડા હાઈવે પર પાલજ પાટિયા નજીક કારે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત
ચિલોડા હાઈવે પર પાલજ પાટિયા નજીક કારે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

ચિલોડા હાઈવે પર પાલજ પાટિયા નજીક કારે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

0
Social Share

ગાંધીનગર, 1 મે 2026: young man dies after car hits bike જિલ્લાના ચિલોડા હાઈવે પર પાલજડ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યું છે. બાઈકચાલક યુવાન રાંધેજા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં ચિલોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, રાંધેજા ગામના ઠાકોર વાસમાં રહેતા અને મજૂરી કામ કરતા કરણજી બળદેવજી ઠાકોર બાઇક લઈને પાલજ પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી ફોર વ્હીલર ગાડી (નં.GJ-18BJ-3334) ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કરણજીની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કરણજીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. જ્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.

જોકે સિવિલમાં ફરજ પરના ડોક્ટરે ટૂંકી સારવાર બાદ કરણજીને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત સમયે મૃતકના પિતરાઈ ભાઈ દલપતજી રામાજી ઠાકોર એક લગ્ન પ્રસંગમાં હતા.જેમને ફોન દ્વારા જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code