Homeગુજરાતીગુજરાતરાજકોટ-ભાવનગર હાઈવે પર મીની ટેમ્પો પલટી જતા એકનું મોત, 11ને ઈજા

રાજકોટ-ભાવનગર હાઈવે પર મીની ટેમ્પો પલટી જતા એકનું મોત, 11ને ઈજા

રાજકોટ, 1 મે 2026: one killed as mini tempo overturns રાજકોટ ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુટર્ન લઇ રહેલી ફોર વ્હીલરને બચાવવા જતા ટાટા કંપનીનો મીની ટેમ્પો પલટી જતા ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું મોત નીપજ્યું છે જયારે મીની ટેમ્પામાં સવાર 11 લોકોને ઇજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જયારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર કાળીગામ નજીક એક કારને બચાવવા જતા દૂધના કેન અને 7 મુસાફર સહીત 12 લોકો સાથે સવાર મીની આઇસર માલ વાહક ટેમ્પો પલટી જતા ટેમ્પોમાં સવાર એક આધેડનું મોત નીપજ્યું હતું. મીની ટેમ્પામાં સવાર 11 લોકોને ઇજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જયારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

 અકસ્માતમા ઈજાગ્રસ્ત જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ.27) તેમના પત્ની અંજલીબેન ચોવસીયા (ઉ.વ.25), પુત્ર અનુસ ચોવાસીયા (ઉ.વ.5), પુત્રી મિતલ ચોવાસીયા (ઉ.વ.8), પુત્ર કાર્તિક ચોવાસીયા (ઉ.વ.5) અને પુત્રી નતાશા ચોવાસીયા (ઉ.વ.7) મૂળ દહીસરા ગામના રહેવાસી છે અને હાલ તેઓ સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે. તેઓ ભાડલા ગામે અંજલીબેન ચોવસીયાના પિયરથી માલવાહક વાહનમાં બેસી રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સમાં તેઓ સુરત જવાના હતા જો કે રસ્તામાં કાળીપાટ ગામ નજીક અકસ્માત સર્જાતા તમામ બાળકો સહીત પરિવારના 6 સભ્યોને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સંબંધિત લેખો

Most Popular