1. Home
  2. ગુજરાતી
  3. ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું
ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

0
Social Share
  • ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું
  • અહીંયા આઇસોલેશન માટે પ્રતિદીન શુલ્ક માત્ર રૂ.100 તથા ડિપોઝિટ તરીકે રૂ.1000/- આપવાના રહેશે
  • ગાંધીનગર જીલ્લાના વલાદ ગામ પાસે આધારશિલા શૈક્ષણિક સંકુલમાં આ સેન્ટર શરૂ કરાયું છે

અમદાવાદ: જો કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય અને તેને શહેરના ઘોંઘાટ, કોલાહલ અને નકારાત્મક દૃશ્યોવાળા વાતાવરણથી દૂર કુદરતના ખોળે વૃક્ષ, વનસ્પતિ, કુદરતી લીલોતરી અને કુદરતી ઑક્સિજનથી ભરપૂર હકારાત્મક એકાંતવાસ મળી જોય તો કોરોના વગર દવાએ જ મટી જાય.

આ જ આશય સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર જીલ્લાના વલાદ ગામ પાસે આધારશિલા શૈક્ષણિક સંકુલમાં આ આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ માટે નીચે મુજબની વ્યવસ્થા છે.

  • આ નિવાસ કુદરતી હવા ઉજાસથી ભરપૂર છે
  • અહીંયા પ્રત્યેક રૂમમાં માત્ર બે જ વ્યક્તિને આઇસોલેટ કરાય છે
  • અનુભવી તબીબોની ટીમ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની તપાસ અને દેખરેખ
  • દર્દીઓ માટે શુદ્વ અને સાત્વિક ભોજન અને નાસ્તો
  • ઇમરજન્સીમાં આવશ્યકતા હોય તો ઓક્સિજનની વ્યવસ્થા
  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ, પ્રાણાયામ, મેડિટેશન વગેરે
  • અહીંયા આઇસોલેશન માટે પ્રતિદીન શુલ્ક માત્ર રૂ.100 તથા ડિપોઝિટ તરીકે રૂ.1000/- આપવાના રહેશે

આપને જણાવી દઇએ કે આ આઇસોલેશન સેન્ટરમાં આઇસોલેટ કરાયેલા કોરોના સંક્રમિત દર્દીઓને કુદરતી વાતાવરણ, આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, મેડિટેશન, સ્નેહસભર માનવીય વાતાવરણ વચ્ચે રાખવામાં આવતા હોવાથી તેઓનો ડર દૂર થઇ જાય છે અને કોરોના સંક્રમિત દર્દીઓનું મનોબળ મજબૂત બને છે અને તે પહેલા સ્ટેજમાંથી જ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી શકે છે.

અહીંયા એક વિશેષ નોંધ એ લેવાની રહેશે કે આ ફક્ત આઇસોલેશન સેન્ટર જ છે, માટે જેને Indoor Hospital Treatmentની આવશ્યકતા છે, તે લોકોએ સંપર્ક કરવો નહીં.

આ આઇસોલેશન સેન્ટર અંગેની વધુ વિગતો માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકાય છે.

ડૉ. હસમુખ પ્રજાપતિ – 98250 12843

અતુલભાઇ ઘાડીયા – 94261 72623

નોંધનીય છે કે, ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા શ્રેષ્ઠત્તમ લોકોનું બિન રાજકીય, નિ:ર્સ્વાથ, સમાજસેવી સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે. આ સંસ્થાની સ્થાપનાનો ઉદે્શ ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code