આજકાલ ઘણા લોકો હાડકા નબળા થવાના અને દુખાવાની ફરિયાદ કરતા હોય છે. ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આના મુખ્ય કારણ પોષક તત્વોની ઘટ છે. શરીરને મજબૂત હાડકા માટે જરૂરી તત્વો પુરા પાડવાના માટે સારો આહાર મહત્વપૂર્ણ છે.
અખરોટ એ એવું ડ્રાયફ્રુટ છે, જે હાડકાં મજબૂત બનાવવા અને તેમને પૂરતું પોષણ પહોંચાડવા માટે જાણીતું છે. અખરોટમાં રહેલ તત્વો હાડકાંની ઘનતા વધારવામાં, સોજો ઘટાડવામાં અને હાડકાં મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
- અખરોટમાં પોષક તત્વો
ઓમેગા-3 ફેટી એસિડ: શરીરમાં ક્રોનિક સોજાને ઘટાડીને હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
વિટામિન E અને પોલીફેનોલ્સ: એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને હાડકાના કોષોને ઓક્સિડેટીવ તણાવથી સુરક્ષિત કરે છે.
મેગ્નેશિયમ અને ફોસ્ફરસ: હાડકાંની ઘનતા વધારવામાં અને કેલ્શિયમ શોષણમાં સુધારો કરે છે.
સંતુલિત આહાર સાથે અખરોટનું નિયમિત સેવન હાડકાં મજબૂત બનાવવા માટે અત્યંત ફાયદાકારક છે. આ સાથે હાડકાંની વૃદ્ધત્વ અને નબળા પડવાની પ્રક્રિયા ધીમી થાય છે, જેનાથી વૃદ્ધાવસ્થા દરમ્યાન હાડકાં વધુ મજબૂત અને સ્વસ્થ રહે છે.