Site icon Revoi.in

સુરતમાં SBI બ્રાન્ચમાં બંદુકની અણિએ રૂપિયા 50 લાખની લૂંટ

Social Share

સુરત. 27 એપ્રિલ 2026: Robbery of Rs 50 lakh at gunpoint in SBI branch  સુરત શહેરમાં અત્યંત ધમધમતા એવા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ધોળા દિવસે 5 હથિયારધારી લૂંટારૂઓએ બંદુકની અણીએ અંદાજે રૂ. 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે ધોળા દહાડે 5 લૂંટારૂઓ પિસ્તાલ સાથે ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ  શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને CCTVના આધારે આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં ચાર જેટલા લૂંટારૂ શખસો બપોરે 1.11 કલાકે પ્રવેશ્યા હતા.ત્યારબાદ પિસ્તાલ કાઢીને કર્માચારીઓને ડરાવ્યા હતા.ત્યારબાદ 2.06 કલાક સુધી કર્મચારીઓને પિસ્તોલની અણીએ બંધક બનાવીને રૂપિયાની લૂંટ ચલાવી હતી. કેશવાનમાંથી લાવવામાં આવેલા રૂપિયા અને કેશ કાઉન્ટર પર રહેલા રૂપિયા મળીને કુલ 50 લાખથી વધુ ની લૂંટ કરી હતી. ત્યારબાદ વિમલના થેલા અને અને લગેજ બેગમાં રૂપિયા ભરીને સ્પોર્ટ્સ બાઈક પર લૂંટારૂ શખસો ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર શહેર અને બહાર નીકળવાના રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસે લૂંટારુઓને પકડવા માટે અલગ-અલગ 7 ટીમો બનાવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે.

Exit mobile version