Site icon Revoi.in

રોમાનિયા અને બલ્ગેરિયા યુરોપીયન સંઘના સીમા મુક્ત શેંગેન ઝોનમાં જોડાવા માટે તૈયાર

Social Share

રોમાનિયા અને બલ્ગેરિયા આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી યુરોપીયન સંઘના સીમા મુક્ત શેંગેન ઝોનમાં સંપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર છે. યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેત્સોલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને દેશોના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, મજબૂત શેંગેન વધુ સુરક્ષિત અને સંયુક્ત યુરોપનું પ્રતીક છે.

સરહદ-મુક્ત શેંગેન વિસ્તાર 42 લાખથી વધુ યુરોપિયન સંઘના નાગરિકો તેમજ બિન- યુરોપિયન સંઘના નાગરિકો અથવા પ્રવાસીઓને મુક્ત હેરફેરની ખાતરી આપે છે. શેંગેન યુરોપિયનની આંતરિક સરહદો પર તપાસને નાબૂદ કરવાની જોગવાઈ કરે છે અને 90 દિવસ સુધી શેંગેન વિસ્તારમાં પ્રવેશતા મુલાકાતીઓને સમાન નિયમો લાગુ પડે છે.

Exit mobile version