અમદાવાદ,૦૫ નવેમ્બર ૨૦૨૫: ભારતના અગ્રણી કાપડ ઉત્પાદકોમાંના એક અને LNJ ભીલવારા ગ્રુપની મુખ્ય કંપની RSWM લિ.એ 60 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ટકાઉપણાની તેની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ કરાર હેઠળ RSWM લિ.ની વધારાની વીજળીની જરૂરિયાત માટે સમગ્ર ગ્રીન પાવર વેલ્યુ ચેઇનનું અદાણી એનર્જી સોલ્યુશન્સસંચાલન કરશે. આ માટે RSWMએ રાજસ્થાનમાં તેની ઉત્પાદન સુવિધાઓને વાર્ષિક 31.53 કરોડ યુનિટ ગ્રીન પાવર સપ્લાય કરવા માટે રિન્યુએબલ જેનકો સાથે ગ્રુપ કેપ્ટિવ સ્કીમ હેઠળ રુ.60 કરોડનું રોકાણ કર્યું છે. આ ઉમેરા સાથે RSWMની ઊર્જાની કુલ જરૂરિયાતમાં રિન્યુએબલ ઊર્જાનું યોગદાન નજીકના ભવિષ્યમાં હાલના 33% થી વધીને 70% થશે. જે તેના કુલ ઊર્જા મિશ્રણના બે તૃતીયાંશ થવા જાય છે.
RSWM લિમિટેડના ચેરમેન- મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી રિજુ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ ટકાઉપણું સાથે વૃદ્ધિને સીધી લીટીથી જોડવાની અમારી લાંબા ગાળાની દ્રષ્ટિ પર ભાર મૂકે છે અને ભવિષ્યના અગ્રણીઔદ્યોગિક એકમ તરીકેની અમારી સ્થિતિને શક્તિશાળી બનાવે છે. નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઉર્જાની અમારી કુલ જરૂરિયાતના 70% સ્ત્રોત કરીને ભારતના સ્વચ્છ ઉર્જા મિશ્રણની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઉપર અર્થાત 31% જવાબદાર ઉર્જા સંક્રમણમાં ઉદ્યોગના બેન્ચમાર્ક સ્થાપિત કરવાની દીશામાં RSWM સતત સક્રીય ભૂમિકા અદા કરે છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના સીઈઓ શ્રી કંદર્પ પટેલે આ સીમાચિહ્નરૂપ સોપાન સર કરવા માટે RSWM સાથે સહયોગ કરવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વ્યવસાયો માટે ટકાઉપણાનો હેતુ કેવી રીતે અભિન્ન બની રહ્યું છે તેની આ ભાગીદારી પ્રતિતી કરાવે છે. ટકાઉપણું સુનિશ્ચિત કરતી વખતે ઔદ્યોગિક વિકાસને મજબૂત બનાવવામાં નવીનીકરણીય ઉર્જાની સ્કેલેબિલિટી અને અસરનો આ સહયોગ પુરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે વાણિજ્યક અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે ઉર્જા ઉકેલના અગ્રણી પ્રદાતા તરીકે અમે અમારી નવીન ઓફરોના માધ્યમથી ઉદ્યોગોને ડીકાર્બોનાઇઝ કરવામાં મદદરુપ થવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવાના વિશેષાધિકારની અનુભૂતિ કરીએ છીએ.
RSWM લિ.ના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે રુ.60 કરોડના ઇક્વિટી રોકાણ સાથે અમારી ટકાઉપણું યાત્રામાં આ સહયોગ એક સીમાચિહ્ન બનવા સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા બેન્ચમાર્ક સાથે તાલ મિલાવી અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.તેમણે કહ્યુંકે ઉમદા હેતુ માટે હાઇબ્રિડ પાવરને એકીકૃત કરીને કંપની તેના કાર્બન ફૂટપ્રિન્ટને માત્ર ઘટાડી રહી નથી પરંતુ લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા અને કાર્યકારી કાર્યક્ષમતામાં પણ વધારો કરી રહી છે.
RSWMના નવીનીકરણીય ઉર્જા, સામગ્રી પ્રવાહ અથવા જવાબદારીભર્યા પાણીના ઉપયોગ થકી તેની કામગીરીના પ્રત્યેક હિસ્સામાં ટકાઉપણું શામેલ કરવા પર પરિણામલક્ષી ધ્યાન કેન્દ્રિત કરવાના કારણોએ તેને ફ્યુચર રેડી ટેક્ષટાઇલ લિડર બનાવી છે જે પુનર્જીવિત અને સ્થિતિસ્થાપક અર્થતંત્રમાં ફાળો આપે છે.
AESLનું C&I વર્ટિકલ કસ્ટમાઇઝ્ડ ઉર્જા ઉકેલો સાથે જથ્થાબંધ વીજળી વપરાશકારોને સેવા આપે છે. AESL તમામ ક્ષેત્રોના વ્યવસાયોને સ્પર્ધાત્મક દરે વધુને વધુ વિશ્વસનીય દરે હરિત ઉર્જા પૂરી પાડીને ઓપરેશનલ અને ટકાઉપણું બંને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સહાય કરે છે. આગામી પાંચ વર્ષમાં કંપની 7,000 મેગાવોટના C&I પોર્ટફોલિયોનું લક્ષ્ય બનાવવા તરફ આગળ વધી રહી છે.

