Site icon Revoi.in

અમદાવાદમાં જ્વેલર્સના શોરૂમમાંથી સેલ્સ ગર્લ 1.66 કરોડના દાગીના ચોરીને ફરાર

Social Share

અમદાવાદ, 13 મે 2026 : Sales girl absconds after stealing from jewelers’ showroom શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા સોના-ચાંદીના જ્વેલર્સના શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી એક યુવતી શો-રૂમમાંથી  1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને પલાયન થઈ ગઈ છે. શો-રૂમના યુનિફોર્મ એવા શૂટ અને પેન્ટમાં સોનાના દાગીના મૂકીને માલિકે રજા આપી છે. તેથી જઈ રહી છે એમ કહીને શોરૂમમાંથી નીકળી ગઈ હતી.યુવતીનો મોબાઈલ ફોન પણ સ્વીચઓફ આવી રહ્યો છે. નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી યુવતીની શોધખોળ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા નયનનગર સોસાયટીમાં દર્શનભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે. નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં આભૂષણ નામનો સોના ચાંદીનો શોરૂમ ધરાવીને વ્યવસાય કરે છે. દર્શનભાઈના શોરૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત કુલ 19 લોકો કામ કરે છે. 11 મહિના પહેલા શો-રૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ્સ તરીકે જોડાઈ હતી. 11 મે 2026ના રોજ બપોરના સમયે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા ત્યારે શોરૂમના મેનેજર અને સ્ટાફના લોકો હાજર હતા તે દરમિયાન આ ચોરીની ઘટના બની હતી.  સાંજે 5 વાગ્યે દર્શનભાઈ શોરૂમ ઉપર આવ્યા હતા ત્યારે એક ગ્રાહક શોરૂમ પર ખરીદી કરવા આવ્યા ત્યારે સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. ગ્રાહકના ગયા બાદ કાનજીભાઈએ આ બાબત જણાવી હતી. જેથી શોરૂમમાં હાજર સેલ્સ ગર્લ્સ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર નહોતી. જેથી આ બાબતે પૂછતા તેમણે કહ્યું હતું કે તમારી રજા લઈને ઇમરજન્સી કામ હોવાથી 4:30 વાગ્યે નીકળી ગઈ હતી. દર્શનભાઈએ કોઈ રજા આપી નહોતી અને કહ્યા વગર નીકળી જતા સીસીટીવી તપાસ્યા હતા.

જવેલર્સના શોરૂમમાં લાગેલા CCTV તપાસ કરતા હર્ષિદા સાંજે 4થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મુકતા જોવા મળી હતી. ત્યારબાદ દુકાનના બીજા માળે આવેલા સ્ટોર રૂમ તરફ જઈને  સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને બહાર નીકળી ગઈ હતી. હર્ષિદાનો મોબાઈલ ફોન ઉપર ફોન કરતા મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી આખા શો રૂમમાં સોનાના દાગીનાની તપાસ કરતાં સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ મળીને કુલ 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version