1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ ‘અંતિમ’ની રિલીઝ ડેટ જાહેર   
સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ ‘અંતિમ’ની રિલીઝ ડેટ જાહેર   

સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ ‘અંતિમ’ની રિલીઝ ડેટ જાહેર   

0
Social Share
  • સલમાન ખાનની ફિલ્મ અંતિમની રિલીઝ ડેટ જાહેર
  • 26 નવેમ્બર 2021 ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ
  • સલમાન ખાને ટવિટ કરીને આપી આ અંગે માહિતી

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેના સાળા આયુષ શર્માની એક્શનથી ભરપૂર ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’નું શૂટિંગ પહેલા જ પૂર્ણ થઈ ગયું હતું. તે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. સલમાનના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે હવે ચાહકોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. સલમાન ખાને આ ફિલ્મની રિલીઝ ડેટ મંગળવારે જાહેર કરી દીધી છે.

સલમાને વીડિયો સાથેની એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘અંતિમ 26.11.2021 ના ​​રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ZEE અને પુનિત ગોયનકા સાથે અમારો અદ્ભુત સહયોગ રહ્યો છે. વર્ષોથી અમે ઘણી ફિલ્મો કરી છે – રેસ 3, લવયાત્રી, ભારત, ડી 3, રાધે અને હવે તેની સાથે અંતિમ. મને ખાતરી છે કે તે આગામી વર્ષોમાં ઝીને વધુ ઉંચાઈ પર લઈ જશે.

આ ફિલ્મનું નિર્દેશન મહેશ માંજરેકર કરી રહ્યા છે. સાઈ માંજરેકર અને પ્રજ્ઞા જયસ્વાલ પણ મુખ્ય ભૂમિકામાં છે. આયુષ શર્મા આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન દ્રશ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. આ ટીઝરમાં સલમાનની સાથે આયુષ શર્મા પણ જોવા મળ્યો હતો. આમાં, જ્યાં સલમાન ખાન સરદારના ગેટઅપમાં છે, ત્યાં બીજી બાજુ આયુષનું ટ્રાન્સફોર્મેશન પણ લાજવાબ છે.આ ફિલ્મ માટે આયુષે અદ્ભુત બોડી બનાવી છે, જેને જોઈને તમને વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code