1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનઃ બોડીગાર્ડ શેરાના દીકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરવાની શરૂ કરી તૈયારીઓ
સલમાન ખાનઃ બોડીગાર્ડ શેરાના દીકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરવાની શરૂ કરી તૈયારીઓ

સલમાન ખાનઃ બોડીગાર્ડ શેરાના દીકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરવાની શરૂ કરી તૈયારીઓ

0
Social Share
  • ફિલ્મનું શુટીંગ મનાલીમાં કરવાનું આયોજન
  • શેરા અને તેમના દીકરાએ મનાલીની લીધી મુલાકાત
  • ટુંક સમયમાં જ શરૂ કરાશે શૂટીંગ

મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આગામી દિવસોમાં મનાલીમાં ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળશે. આ ઘાટીના નગ્ગર સ્થિત બડાગઢ રિસોર્ટમાં એક અસ્થાઈ સ્ટુડિયો બનાવીને મનાલીમાં ફિલ્મની શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તેઓ પોતાના પ્રોડક્સન હાઉસ હેઠળ પોતાના બોડીગાર્ડ શેરાના દીકરાને લોન્ચ કરી રહ્યાં છે.

સમલાન ખાને આ ફિલ્મને લઈને કેટલુક કામ બોર્ડીગાર્ડ શેરાને પણ સોંપ્યું છે. જો કે, શેરા પોતાના દીકરા સાથે કેટલાક દિવસો પહેલા જ મનાલી આવ્યાં હતા. અહીં થોડા દિવસના રોકાણ બાદ દીકરા સાથે મુંબઈ પરત ફર્યાં હતા. શેરાને સુરક્ષાની દ્રશ્ટીએ રિસોર્ટને યોગ્ય લાગી છે.

રિસોર્ટના નાલિક અને બાગવાન નકુલ ખુલ્લરે જણાવ્યું હતું કે, શેરા પોતાના દીકરા સાથે અહીં આવ્યાં હતા અને 3 દિવસ રોકાણ કર્યું હતું. તેઓ બીજી વાર જલ્દીથી સલમાન ખાન સાથે મનાલી આવશે. એટલું જ નહીં બોલીવુડના અન્ય સ્ટાર પણ ફિલ્મના શૂટીંગ માટે મનાલી આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પોતાના પ્રોડક્સન હાઉસ હેઠળ નવા અભિનેતાઓને લોન્ચ કરે છે. અગાઉ આદિત્ય પંચોલીના દીકરા અને ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરીને પણ લોન્ચ કરી હતી. એટલું જ નહીં બેન અર્પિતાના પતિને પણ સલમાન ખાને પોતાની ફિલ્મમાં ચોન્સ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code