1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી ન યોજાતા 6 સભ્યો 22મી મેના રોજ સભ્યપદ ગુમાવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી ન યોજાતા 6 સભ્યો 22મી મેના રોજ સભ્યપદ ગુમાવશે

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી હજુ જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ આ મામલો ગુરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે. અને હાઈકોર્ટમાં 6થી જુનની મુદત પડી છે. સોરાષ્ટ્ર યુનિ. સેનેટની મુદત 22મી મેના રોજ પુરી થાય છે. એટલે 22મી મેથી 6 સભ્યો પોતાનું સભ્યપદ ગુમાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજવા મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ ‘તારિખ પે તારિખ’ આપ્યા પછી હવે હાઈકોર્ટમાં આ અંગે કરવામાં આવેલા કેસમાં ‘તારીખો’ પડી રહી છે. આજે હાઇકોર્ટમાં આ અંગે સુનવણી હતી, જો કે કુલપતિ ડૉ.ગિરીશ ભિમાણીએ જવાબ રજૂ ન કરતાં ફરી એક વખત મુદત પડી છે. હવે આ અંગે ફરી સુનવણી 6 જૂનના રોજ યોજાશે. જો કે સેનેટની ટર્મ 22 મેના પૂરી થઈ રહી હોય હવે 6 સભ્યો માટે સેનેટ પદ બચાવવું લગભગ અશક્ય થઈ ગયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત સેનેટની ચૂંટણી ઘોંચમાં પડી છે. 6 ફેબ્રુઆરીએ ઇન્ચાર્જ કુલપતિ તરીકે પદભાર સંભાળ્યા પછી સેનેટની ચૂંટણી સમયસર યોજવાની ખાતરી આપ્યા બાદ સમયસર મતદાર યાદી અને જાહેરનામું બહાર ન પાડતાં હવે 6 સભ્યો પોતાનું સેનેટ પદ ગુમાવશે. જેને પગલે બે સિન્ડિકેટ સભ્યોએ સેનેટ ચૂંટણી યોજવા મામલે હાઈકોર્ટમાં ઘા નાંખી છે. જેમાં કુલપતિ ડો.ગિરીશ ભિમાણીએ જવાબ રજૂ ન કરતાં ફરી તારીખ પડી છે. હવે આ મામલે આગામી સુનાવણી 6 જૂનના રોજ યોજાશે. સૌરાષ્ટ્ર યુનિના સેનેટના 6 સભ્યો 22મીથી સભ્યપદ ગુમાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code