અમદાવાદઃ અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 2 સેન્ટર પર સૌથી વધુ ટેકાના ભાવની મગફળીની ખરીદી કરાઈ છે. જેમાં 4,400 જેટલા ખેડૂતોએ મગફળી વેચાણનું રજિસ્ટ્રેશન કરાવેલું હતું. ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે સાવરકુંડલા માર્કેટયાર્ડ ભરાઈ ગયું હતું.
ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે 35 કિલોની 3.70 લાખ મગફળીની ગુણીની ખરીદી કરાઈ છે. એટલે કે કુલ 1.29 કરોડ કિલોથી પણ વધુની મગફળીની ખરીદી કરાઈ છે.
સાવરકુંડલા માર્કેટયાર્ડમાં હજુ પણ 400થી 500 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી બાકી છે. ઉપરાંત ખરીદી કરાયેલી મગફળીને સ્ટોરેજમાં રીસ્ટોર કરાઈ રહી છે.
આ અંગે ગુજકોમાસોલના ડાયરેક્ટર અને અધિકારીએ 80થી 90 ટકા ખેડૂતોના પૈસા ચૂકવાઈ ગયા હોવાનું જણાવ્યું હતું.