Site icon Revoi.in

દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સુરક્ષા વધારાઈ, તમામ માર્ગો બંધ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે વિસ્તર્યું છે, હવે આ યુદ્ધમાં ઈરાને પણ ઝંપલાવ્યું છે. ઈઝરાયલે સીરિયા અને લેબનોન બાદ હવે ઈરાનમાં બેઠેલા આતંકીઓના આકાઓને ખતમ કરવા માટે  પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન ભારતની રાજધાની દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસની સુરક્ષામાં વધારો કર્યો છે. એટલું જ નહીં મીડિયાને પણ ઈઝરાયલી દૂતાવસ તરફ જવાની અને વીડિયો ગ્રાફી નહીં કરવાનો નિર્દેશ કર્યો છે. દિલ્હીમાં અબ્દુલ કલામ રોડ બેરિકેટ લગાવીને બંધ કરવામાં આવ્યો છે, તેમજ દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

ઈઝરાયલ ઉપર ઈરાનના હુમલા બાદ મીડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. જેથી ભારતમાં ઈઝરાયલ એમ્બીસી ઉપર કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સુરક્ષામાં વધારો કર્યો છે. આ વિસ્તારમાં કોઈ દેખાવો ના યોજાય તેને ધ્યાનમાં  અહીં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, એટલું જ નહીં ઈઝરાયલી દૂતાવાસ તરફ જતા રસ્તાને પણ  બંધ કરવામાં આવ્યો છે.