Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 17 ડિસેમ્બરથી સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 17થી 24 ડિસેમ્બર સુધી સ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છે. વિવિધ ફેકલ્ટીઓમાંથી સેમેસ્ટર-3ની 54,916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં સૌથી વધુ બી.એ અને બી.કોમ.ના વિદ્યાર્થીઓ છે. બીએમાં 20,881 તેમજ બીકોમમાં 17,424 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીએસસી એપ્લાઇડ ફિઝિક્સ વિષયમાં સૌથી ઓછા માત્ર 2  વિદ્યાર્થીઓ તેમજ બીએ આઇડીમાં 11 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્નાતકમાં અભ્યાસ કરતા 54,916 વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તારીખ 17 ડિસેમ્બરથી શરૂ થશે. જેમાં અમૂક કોર્સની માત્ર 2 દિવસ તો અમૂકની કોર્ષની 7 દિવસ પરીક્ષા ચાલશે.  પરીક્ષાનો સમય સવારે 10:30થી 1:30 તેમજ બપોરનો 2:30થી 4:30 સુધીનો હશે. 157 પરીક્ષા કેન્દ્રો ઉપરથી આ પરીક્ષા લેવામાં આવશે જેમાં અંદાજે 75 જેટલા ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં તત્કાલીન કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ ચાર્જ સંભાળ્યો તે સાથે જ એવી જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી તમામ પરીક્ષાઓના સીસીટીવીની લિંક વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે કે, જેથી કોઈપણ સામાન્ય વ્યક્તિ તે સીસીટીવી જોઈ શકશે અને ત્યાર બાદ વેબસાઈટ ઉપર સીસીટીવી મુકવાનું શરૂ કરાયું હતું, પરંતુ તેમાં યુનિવર્સિટીના સત્તાધીશો કોપી કેસ ઓછા ન થતા હતા. જે મામલો ગરમાયો હતો. પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ વધી ગયા હતા. આ વખતે તા. 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં પણ વેબસાઈટ ઉપર સીસીટીવી મૂકવામાં નહીં આવે અને તેના માટે નવા સર્વરનું બહાનું આગળ હાથ ધરવામાં આવ્યું છે.

Exit mobile version