Site icon Revoi.in

સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં, સોના-ચાંદીમાં તેજી

Social Share

મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. દિવસની શરૂઆતમાં સેન્સેક્સ ૩૦૦ અંક જ્યારે નિફ્ટી 100 અંક તૂટ્યો હતો.

હાલમાં, સેન્સેક્સ 254 અંક ઘટીને 82245 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 64 અંક તૂટીને 25085 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આજના કારોબારમાં ખાસ કરીને IT, મીડિયા અને ફાર્મા સેક્ટરના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

ટોપ ગેઈનર્સની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ગ્રાસીમ અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જ્યારે આઈશર મોટર્સ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસ ટોપ લુઝર્સ રહ્યા છે.

બીજી તરફ, સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનું 290 અંક વધીને 98108 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 1788 રૂપિયા વધીને  114789  રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી છે.