Homeગુજરાતીપાકિસ્તાનના સૈફુલ મુલુક સરોવરમાં પ્રવાસીઓની બોટ પલટી જવાથી સાત લોકોનાં મોત

પાકિસ્તાનના સૈફુલ મુલુક સરોવરમાં પ્રવાસીઓની બોટ પલટી જવાથી સાત લોકોનાં મોત

ઇસ્લામાબાદ, 02 જુલાઈ 2026: Tourist boat capsizes પાકિસ્તાનના સૈફુલ સરોવરમાં પ્રવાસીઓની બોટ પલટી જતાં સાત લોકોનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ગુમ થઈ ગઈ છે. જિલ્લા પોલીસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે સ્વાત જિલ્લાના રમણીય કલામ વિસ્તારમાં બુધવારે આ બોટ પલટી ગઈ હતી; આ સહેલગાહમાં એક જ પરિવારના આઠ સભ્યો સવાર હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, બોટમાં સવાર તમામ નવ મુસાફરો એક જ પરિવારના સભ્યો હતા.

અકસ્માતના સમાચાર મળતાં જ ‘રેસ્ક્યૂ 1122 સ્વાત’ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મહોદંડ વિસ્તાર નજીકના સરોવરમાંથી આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એક ગુમ થયેલાની શોધખોળ ચાલુ છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સાત પીડિતોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે બચાવ ટુકડીઓ, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક સ્વયંસેવકો ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ કરી રહ્યા છે.

વધુ વાંચો: બેંગલુરુમાં પથ્થરની ખાણમાં ખડક ધસી પડવાથી બિહારના આઠ મજૂરોનાં મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular