શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની શાનદાર કમાણી – 665 કરોડને પાર કલેક્શન
- ફિલ્મ પઠાણની શાનદાર કમાણી
- 665 કરોડને પાર કલેક્શન
મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી, એડવાન્સ બુકિંગમાં પણ જોરદાર કમાણી કરનારી ફિલ્મ બની હતી તો અનેક ફિલ્મોનો આ ફિલ્મે રેકોર્ડ તોડ્યો છે ત્યારે હવે ફિલ્મનું કલેક્શન પજી પણ રુકવાનું નામ જ નથી લઈ રહ્યું. અનેક વાદવિવાદના વંટોળ અને વિરોધ વચ્ચે ફિલ્મે બોક્સ ઓફીસ પર જાદુ ચલાવ્યો છે.
ફિલ્મ પઠાણે માત્ર 8 દિવસમાં 665 કરોડની કમાણી કરી લીધી છે. આગામી દિવસોમાં પઠાણ આ રેકોર્ડ તોડી શકે તેવી આશા છે. અગાઉ નંબર વન પર આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ અને નંબર ટુ પર પ્રભાસની ‘બાહુબલી’ બેન્ચમાર્ક સેટિંગ ફિલ્મો હતી.
જો પહેલા 7 દિવસની વાત કરવામાં આવે તો ફિલ્મે અન્ય દેશો સહિત ભારતમાં 634 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો આપણે માત્ર ભારતની વાત કરીએ તો ફિલ્મે આઠ દિવસમાં 349.75 કરોડની કમાણી કરી છે. આઠમા દિવસે ફિલ્મનું કુલ કલેક્શન 665 કરોડને પાર કરી ગયું છે.
જો આ ફિલ્મ વિશે ભારતની વાત કરીએ તો ‘પઠાણે’ 18 થી 19 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે.ફિલ્મે એડવાન્સ બુકિંગથી જ 50 કરોડનું કલેક્શન કર્યું હતું. આ પછી પઠાણે 57 કરોડ સાથે ઓપનિંગ કર્યું. જે કોઈપણ ભારતીય ફિલ્મ માટે ગર્વની વાત છે. છેલ્લા ઘણા વર્ષોમાં બાહુબલી પછી, આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ ફિલ્મ બનવાની આશા સેવાઈ રહી છે.