Site icon Revoi.in

શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, હેઠવાસના 17 ગામોને કરાયા એલર્ટ

Social Share

ભાવનગર, 6 જુલાઈ, 2026 : Shetrunji Dam just 2 feet away from overflowing  સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરનો શેત્રુંજી ડેમ  34 ફુટે ઓવરફ્લો થયો છે.  ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. શેત્રુંજી નદી પરના ધારી નજીક આવેલો  ખોડિયાર ડેમ ઓવરફલો થતા શેત્રુંજી નદી બેકાંઠે બની છે. તેથી શેત્રુંજી ડેમમાં પાણીની અવિરત આવક શરૂ રહેતાં ડેમની જળસપાટી સતત વધી રહી છે. ડેમ હાલ 100 ટકા ભરાઈ જતાં જળસપાટી 34 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 71810 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.

શેત્રુંજી ડેમમાં સતત વધી રહેલી આવકને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે. પાલીતાણા તાલુકાના 5 તેમજ તળાજા તાલુકાના 12 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભાવનગર માટે પીવાના પાણી તેમજ ખેત સિંચાઈનો પ્રશ્ન ચોમાસાની શરૂઆતમાં ઉકેલાઈ જવા પામ્યો છે. શેત્રુંજી ડેમ 100 ટકા ભરાતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા સહિત પાંચ ગામોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તળાજા તાલુકાના ભેગાડી, દાત્રળ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવવા, તરસરા અને સરતાનપર સહિત 12 ગામોના લોકોને પણ નદીના પટમાં ન જવા, નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

શેત્રુંજી નદીમાં ડેમમાં સતત વધી રહેલી પાણીની આવકને પગલે વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના તમામ ગામોના રહેવાસીઓને નદીના પટ, કાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કડક ચેતવણી આપવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે નગરજનો અને ગ્રામજનોને સતર્ક રહેવા, સુરક્ષિત સ્થળોએ રહેવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Exit mobile version