
મોરબી ડ્રગ્સ કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ 500 કરોડનું ડ્રગ્સ પૂણે-દિલ્હી મોકલાયું હતું
અમદાવાદઃ મોરબીમાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કેમાં એટીએસની તપાસમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. એટીએસની ટીમે સંચાણા બંદર ઉપર ધામા નાખ્યાં છે. એટલું જ નહીં ડ્રગ્સને લેન્ડીંગ માટે ઉપયોગમાં લેવાયેલી બોટને જપ્ત કરી છે. એટીએસની તપાસમાં આરોપીઓએ રૂ. 500 કરોડનું ડ્રગ્સ પૂણે અને દિલ્હી મોકલવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. જેથી ગુજરાત એટીએસની ટીમે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામખંભાળિયામાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયાંના ગણતરીના દિવસોમાં જ મોરબીમાંથી કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. એટીએસ અને પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની ઉંડામપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીની તપાસમાં અગાઉ રૂ. 500 કરોડનું ડ્રગ્સ પૂણે અને દિલ્હી મોકલવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. એટીએસની ટીમે સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યાં છે અને અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.