ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી અંતિમ વન-ડે મેચમાં કેચ કરતી વખતે વાઈસ કેપ્યન શ્રેયસ અય્યર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અય્યરની ઈજાને લઈને બીસીસીઆઈ અને ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયા હતા. જો કે, હવે અય્યરની તબિયતમાં સુધારો થયાનું ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સીરિઝમાં ભારતનો 2-1થી પરાજય થયો હતો. હવે 29મી ઓક્ટોબરથી બંને ટીમો વચ્ચે ટી20 સીરિઝની પ્રથમ મેચ રમાશે. પ્રથમ ટી20 મેચ પહેલાની પ્રેસ કોન્ફ્રસમાં કેપ્ટેન યાદવે જમાવ્યું હતું કે, અય્યરની તબિયતમાં સુધાર થઈ રહ્યો છે અને હવે ફોન ઉપર જવાબ આવી રહ્યો છે તેનો અર્થ એવો કાઢી શકાય કે તેની તબિયત પહેલા કરતા સારી છે. જે થયું તે દૂર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તબીબો તેમના આરોગ્ય ઉપર સતત નજર રાખી રહ્યાં છે. હજુ કેટલાક દિવસો તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે પરંતુ ચિંતાની કોઈ વાત નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અય્યરને જેવી ઈજા થઈ છે તે ભાગ્યે જ થાય છે પરંતુ અય્યર પણ રેયર છે. રેયર ટેલેન્ટની સાથે રેયલ છે. ભગવાનના આર્શિવાદથી તે ઝડપથી સ્વસ્થ્ય થઈ જશે, અમે આશા રાખીએ કે અમે અહીંથી તેને ભારત સાથે પરત લઈ જઈએ.
શ્રેયસ અય્યરની સારવાર હાલ સિડનીમાં ચાલી રહી છે. આ દરમિયાન તેમની તબિયતને લઈને સારા સમાચાર સામે આવ્યાં છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ પ્રથમવાર ઠોસ આહાર લીધો છે. તેમજ કોઈ પણ મદદ વિના થોડુ ચાલે પણ છે. ફિજીયોથેરાપિસ્ટતેમના આરોગ્યમાં સુધારને લઈને ખુશ છે. હાલ તે જનરલ વોર્ડમાં છે અને ઝડપથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

