ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકે ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગને મળ્યો એવોર્ડ
ભાભર: ગુજરાત રાજ્યની અગ્રણી સંસ્થાઓના સન્માન સમારોહમાં, ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભરને ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ સન્માન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાના વરદ હસ્તે સંસ્થાના ચેરમેન સરતાનભાઈ આર. દેસાઈ (ચેરમેન, શ્રી ક્રિષ્ના ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ, ભાભર અને ફી રેગ્યુલેટરી કમિટી, ગુજરાત સરકારના સભ્ય) દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
સરતાનભાઈ આર. દેસાઈના અથાગ પ્રયત્નો અને રાષ્ટ્રહિત માટેના ઉત્તમ વિચારોના પરિણામે, આ સંસ્થા અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સાથે ગુણવત્તાસભર નર્સિંગ શિક્ષણ પૂરું પાડીને પ્રદેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહી છે. આ સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે તેમના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવા માટે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહી છે. પ્રતિબદ્ધ મેનેજમેન્ટ, અનુભવી ફેકલ્ટી, આધુનિક શૈક્ષણિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓમાં સેવા વિચારસરણીના સિંચનના પરિણામે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે સમગ્ર સંસ્થાના ગૌરવમાં વધારો કરે છે.


