1. Home
  2. ગુજરાતી
  3. ‘તાઉ-તે’ને પગલે ભાવનગર, દહેજ, અને દમણમાં અતિ ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા
‘તાઉ-તે’ને પગલે ભાવનગર, દહેજ, અને દમણમાં અતિ ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા

‘તાઉ-તે’ને પગલે ભાવનગર, દહેજ, અને દમણમાં અતિ ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા

0
Social Share

અમદાવાદઃ તાઉ-તે’ વાવાઝોડું ગુજરાતના કાંઠે આજે સોમવારે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાશે. હાલમાં વાવઝોડું દીવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા છે. અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ વેરાવળ બંદર પર તોફાની પવન ફૂંકાય એવી દહેશત લોકોમાં છે. ગીર-સોમનાથ- વેરાવળ બંદર પર ખૂબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું વેરાવળ બંદરની ઉત્તર તરફનો કિનારો ઓળંગવાની શક્યતા છે, આથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થશે

બંદરો પર લગાવાતા સિગ્નલોને બ્યુફર્ટ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે, જેને બ્રિટિશ શાસન દરમિયાન શરૂ કરાયા હતા. બ્રિટિશ નૌકા અધિકારીએ ઈ.સ.1805માં પ્રથમ વખત પવનની સ્પીડને આધારે ફ્રાન્સિસ બ્યુફર્ટે નક્કી કર્યો હતો. હાલમાં ગુજરાતના દરિયાકિનારે તેમજ બંદરો પર આવાં 12 સિગ્નલ ફરકારવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં હાલમાં બે સિગ્નલ છે, જે આગામી સ્થિતિના આધારે વધારી શકાય છે.વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા છે. અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ વેરાવળ બંદર પર તોફાની પવન ફૂંકાય એવી દહેશત લોકોમાં છે.

ગીર-સોમનાથ- વેરાવળ બંદર પર ખૂબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું વેરાવળ બંદરની ઉત્તર તરફનો કિનારો ઓળંગવાની શક્યતા છે, આથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થશે. તાઉ-તેવાવાઝોડાને પગલે એનડીઆરએફની કુલ 44 ટીમ તહેનાત કરવામાં આવી છે. ICU ઓન વ્હીલ જેવી વ્યવસ્થા સ્ટેન્ડબાય ગોઠવવામાં આવી છે. તાલુકા મથકોએ વીજપુરવઠો ના ખોરવાય માટે જીઈબીની ટીમો ખડે પગે રાખવામાં આવી છે. વૃક્ષો પડવાની આશંકાને પગલે ફોરેસ્ટ, કોર્પોરેશનની ટીમો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ઉપરાંત આર્મી, નૌસેના, વાયુ સેના પણ સ્ટેન્ડબાય કરાયા છે. ઓક્સિજન સપ્લાઇ ના અટકે એટલે હોસ્પિટલોમાં જનરેટર, પાવર બેંકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code