1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ-ડિઝલના મામલે ટ્રોલ થયેલા સિંગર શાને યૂઝર્સને જવાબ આપીને બોલતી બંધ કરી -કહ્યું તમને સંગીતની સમજ છે?
પેટ્રોલ-ડિઝલના મામલે ટ્રોલ થયેલા સિંગર શાને યૂઝર્સને જવાબ આપીને બોલતી બંધ કરી -કહ્યું તમને સંગીતની સમજ છે?

પેટ્રોલ-ડિઝલના મામલે ટ્રોલ થયેલા સિંગર શાને યૂઝર્સને જવાબ આપીને બોલતી બંધ કરી -કહ્યું તમને સંગીતની સમજ છે?

0
Social Share

 

દિલ્હી – દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, આ મામલે સામાન્ય જનતાથી લઈને અનેક મહાન હસ્તીઓ ઈન્વોલ થઈ રહી છે,ત્યારે હવે બોલિવૂડ સ્ટાર્સ પણ આ મામલે અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર શાન પણ ટ્વિટ કરીને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન હતા. આમાં તેમણે સરકારને એક સવાલ પૂછ્યો હતો જેના પર યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક યુઝરે શાન વિશે કંઇક કહ્યું, જેમાં શાન એ યૂઝ્રસની બોલતી બંધ કરી હતી.

શાનના ટ્વિટ પર ટ્રોલ કરતાં યુઝરે લખ્યું કે, ‘શાન તમે તમારી ગાયકીની કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરૌ છે જે તમે ગુમાવી દીધું છે. આ બાબતમાં દખલ કરવાનો પ્રયાસ કરશો નહીં જે તમે સમજી શકતા નથી. હવે યુઝરની આ કોમેન્ટ પછી, ગાયકે  યૂઝર્સને સખ્ત જવાબ આપ્યો હતો

શાને યૂઝર્સને જવાબ આપ્યો કે, ‘હું પૂછી રહ્યો છું કે જેથી કોઈ મને સમજાવે અને શું હું પૂછી શકું છું કે તમને  સંગીતને લઈને કેટલી સમજ છે,કે જે તમે મને સમજાવી રહ્યા છો,મેં મારી સ્કિલ ગુમાવી છે? હવે શાનના આ જવાબ બાદ ચાહકો તેને ભારે ટેકો આપી રહ્યા છે અને યુઝરને ટ્રોલ કરી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતા જ શાને ટ્વિટ કર્યું હતું કે ‘સરકાર પેટ્રોલ પર જીએસટી કેમ નથી લાવતી. પેટ્રોલ પર આટલો મોટો ટેક્સ કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે. શું કોઈ યોગ્ય જવાબ છે? કૃપા કરીને કોઈ મને આ સમજાવવામાં સહાય કરશે. તેમના ટ્વિટ પર ઘણા યૂઝર્સ એ જવાબ આપ્યો હતો.

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code