1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ
ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ

ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ

0
Social Share
  • ચીનના બદઇરાદાઓને લઇને વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ
  • ચીને જ મુંબઇમાં એક દિવસમ માટે બ્લેકઆઉટ કરાવ્યું હતું
  • ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં સાયબર અટેકનો પ્રયાસ કર્યો હતો

નવી દિલ્હી: ચીનના બદઇરાદાઓને લઇને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં સાયબર અટેકનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં તેમના આ સાયબર અટેકના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક દિવસ માટે બ્લેકઆઉટ થયું હતું. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ગલવાન હિંસાના ચાર મહિના બાદ અચાનક વિજળી ગૂલ થવાના કારણે ટ્રેનો બંધ થઇ ગઇ હતી અને સ્ટોક માર્કેટ પણ ઠપ્પ તઇ ગયું હતું. શહેરના 2 કરોડ લોકો અંધારામાં ડૂબી ગયા હતા. હોસ્પિટલોમાં ઇમરજન્સી જનરેટર ચાલુ કરવા પડ્યા હતા જેથી વેન્ટિલેટર ચાલતા રહે અને આ તે સમયગાળો હતો જ્યારે ભારતમાં કોરોના પીક લેવલ પર હતો.

આપને જણાવી દઇએ કે ગત વર્ષે 12 ઑક્ટોબરના દિવસે બ્લેકઆઉટ થયું હતું. હવે આ નવા સ્ટડીથી જાણવા મળ્યું છે કે આ બધી ઘટનાઓ પરસ્પર જોડાયેલી હતી.

એ સમયે પણ ભારતીય અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઇમાં સાયબર હુમલાની પાછળ ચીની સાયબર અટેક હોઇ શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બધી ઘટનાઓ ચીનના એક મોટા સાઈબર અભિયાનનો ભાગ હતી જેનો હેતુ ભારતના પાવર ગ્રીડને ઠપ્પ કરવાનો હતો. એટલું જ નહી ચીને તો ત્યાં સુધીની યોજના બનાવી લીધી હતી કે જો ગલવાનમાં ભારત દબાવ બનાવે છે તો તે સમગ્ર દેશને અંધારામાં ડૂબાવી દેશે.

સ્ટડીમાં એ ખુલાસો થયો છે કે હિમાલયમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીની મેલવેયર ભારતમાં વિજળી સપ્લાઈના કંટ્રોલ સિસ્ટમમાં ઘુસી ચુક્યા હતા. તેમાં હાઈ વોલ્ટેજ ટ્રાંસમિશન સબસ્ટેશન અને થર્મલ પાવર પ્લાંટ પણ સામેલ હતા.

ચીની સાઈબર અટેકનો ખુલાસો અમેરીકન સાઈબર ફર્મ રેકોર્ડેડ ફુચરે કર્યો. જોકે કંપનીએ એ પણ જાણ્યું કે, મોટાભાગ મેલવેયર ક્યારેય એક્ટિવ નહોતા થયા. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટ સોલોમને જણાવ્યું કે કેવી રીતે ચીની કંપની Red Echoએ સાઈબર હુમલાની એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ભારતના લગભગ એક ડઝન પાવર ગ્રીડને ચોરીછૂપીથી કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code