1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. તો આ કારણે લોકો નવરાત્રિમાં સાત્વિક ભોજન જમે છે! જાણો તમે પણ આ કારણ
તો આ કારણે લોકો નવરાત્રિમાં સાત્વિક ભોજન જમે છે! જાણો તમે પણ આ કારણ

તો આ કારણે લોકો નવરાત્રિમાં સાત્વિક ભોજન જમે છે! જાણો તમે પણ આ કારણ

0
Social Share

નવરાત્રિમાં લોકો ક્યારેક નવ દિવસ ઉપવાસ કરે છે તો કેટલાક લોકો કેટલાક પ્રકારના નિયમોમાં પોતાને બાંધતા પણ હોય છે. મોટાભાગના લોકો તો સાત્વિક ભોજન જમવાનું જ પસંદ કરતા હોય છે આવામાં લોકોને ઈચ્છા પણ થતી હશે કે આ પાછળનું કારણ જાણવાની, તો આ છે તે પાછળનું કારણ…

જો વૈજ્ઞાનિક કારણોની નજરથી જોઈએ તો વૈજ્ઞાનિકોની વાત માનીએ તો સિઝનમાં આવતાં પરિવર્તનોનાં કારણે ઇમ્યુનિટી નબળી પડે છે. આવા સમયે ઓઇલી અને ભારે ભોજન તેમજ જંક ફૂડથી દૂર રહેવુ જોઇએ. ડુંગળી, લસણ શરીરમાં ઊર્જાનો સંચાર કરવાની સાથે સાથે શરીરમાં ગરમી પેદા કરે છે અને મગજને સુસ્ત બનાવે છે. તેથી નવરાત્રિ આ ધાર્મિક તહેવારો દરમિયાન આવું ભોજન ન ખાવાની સલાહ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આ‍વે છે.

સાત્વિક આહારમાં હાઇ ફાઇબર, લો ફેટ હોય છે. તાજાં ફળ, સિઝનલ શાકભાજી, દહીં, મધ, અંકુરિત અનાજ, ફણગાયેલાં કઠોળ, બી, મરી, કેટલાક મસાલા, ધાણા અને સુકામેવા સામેલ છે. આયુર્વેદમાં સાત્વિક ભોજનને સંતુલિત માનવામાં આવે છે. નવરાત્રિ ઉપવાસથી શરીરની સફાઇ પણ થઇ જાય છે.

  • આયુર્વેદમાં રાજસિક અને તામસિક ભોજન કરવાની મનાઇ છે. કેમકે તે બીમારીઓનું કારણ બને છે અને વ્યક્તિનું મન – શરીર પણ બગાડી શકે છે. રાજસિક અને તામસિક ભોજનમાં લસણ, ડુંગળી, માંસ- મચ્છી, ફ્રાઇડ રાઇઝ, મસાલેદાર વસ્તુઓ, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ઇંડાં, મશરૂમ, ખાંડ સામેલ હોય છે તે બીમારીઓનું કારણ બને છે.
  • નવરાત્રિના નવ દિવસ એક સાત્વિક ભોજન એટલે કે ફળ, શાકભાજી, સાબુદાણા, સિંધાલુણ, સામો, મોરૈયો અને ડેરી ઉત્પાદનો જ ખાવાં જોઇએ. લસણ રાજસિક અને તામસિક ભોજનનો ભાગ છે, તેથી તે ખાવાની મનાઇ છે.
  • નવરાત્રિ જે સમયગાળામાં આવે છે ત્યારે ડબલ સિઝન હોય છે. મોસમી બદલાવના કારણે ઇમ્યુનિટી નબળી હોય છે. આ કારણે સાત્વિક આહાર લેવાની સલાહ અપાય છે. સાત્વિક ભોજનથી શરીર ઊર્જામય રહે છે અને અશુદ્ધિઓ દૂર થાય છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code