1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર નવરાત્રિ મહોસ્તવનું ભવ્ય આયોજન
અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર નવરાત્રિ મહોસ્તવનું ભવ્ય આયોજન

અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર નવરાત્રિ મહોસ્તવનું ભવ્ય આયોજન

0
Social Share

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ મેગાસિટી અમદાવાદમાં લગભગ 70 સ્થળો ઉપર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવમાં બાઈક ગેંગ સહિતના અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરકાર દ્વારા ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ શહેરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેને લઈને ખેલૈયાઓની સાથે આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકોએ જાહેરહિતનો વીમો,આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સાઉન્ડવાળાનું સંમતિપત્ર ફરજિયાત લેવું પડશે. આ સિવાય જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરાયું છે ત્યારે તે પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં દરેક આયોજકે રાસ-ગરબાનું સ્થળ, એન્ટ્રી -એક્ઝિટ પોઈન્ટ -ગેટ તેમજ પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવવા પડશે અને પોલીસ માગે ત્યારે આપવા પડશે.જેમાં જાહેરહિતનો 10 લાખનો વીમો લેવાથી 2 થી 5 હજારનું સિંગલ ટાઈમ પ્રિમિયમ આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code