Site icon Revoi.in

દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે સાડા બાર વાગ્યાથી મતદાન શરૂ થશે.

ઠરાવ પસાર કરવા રાષ્ટ્રીય વિધાનસભાના ત્રણસો માંથી બસ્સો સભ્યોના સમર્થનની જરૂર પડશે. ત્યારબાદ મામલો બંધારણીય અદાલતમાં જશે.મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા વિપક્ષી સાંસદોએ યુનની રૂઢિચુસ્ત પીપલ્સ પાવર પાર્ટીના આઠ સાંસદોને તેમની તરફેણમાં કરવા પડશે. ગઈકાલે સત્તાધારી પક્ષના સાત સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.

માર્શલ લૉ લાદીને રાષ્ટ્રપ્રમુખ યૂનને હટાવવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયાના સપ્તાહ બાદ આ મુદ્દે ફરી મતદાન યોજાઈ રહ્યું છે. જો રાષ્ટ્રપ્રમુખ સામે મહાભિયોગની દરખાસ્ત પસાર થઈ જાય, તો બંધારણીય અદાલત તેમની પુનઃસ્થાપના અથવા હટાવવાનો નિર્ણય ન લે ત્યાં સુધી તેમની સત્તાઓ સ્થગિત રહેશે.