1. Home
  2. ગુજરાતી
  3. સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પોતાના જન્મદિવસે ફ્રેન્સને આપી ખાસ ભેંટ – ‘પુષ્પા 2’ નું પોસ્ટર અને શાનદાર ટિઝર રિલીઝ કર્યું
સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પોતાના જન્મદિવસે ફ્રેન્સને આપી ખાસ ભેંટ – ‘પુષ્પા 2’ નું પોસ્ટર અને શાનદાર ટિઝર રિલીઝ કર્યું

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પોતાના જન્મદિવસે ફ્રેન્સને આપી ખાસ ભેંટ – ‘પુષ્પા 2’ નું પોસ્ટર અને શાનદાર ટિઝર રિલીઝ કર્યું

0
Social Share
  • પુષ્ષા 2 નું પોસ્ટર અને ટિઝર રિલીધ
  • અલ્લુ અર્જુનો આજે જન્મ દિવસે
  • આજના ખાસ દિવસે આ ટિઝર રિલીઝ કર્યું

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન કોઈની ઓળખવના મોહતાજ નથી ખૂબ જ ટંૂક સમયમાં જ તેમણ ેઅનેક સુપર હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં ખાસ જગા બનાવી છે, તેમની સાઉથની મૂવી બોલિવૂડની મુવીને ટક્કર આપતી હોય છે ત્યારે આજે અભિનેતા પોતચાનો 41મો જન્મ દિવસ મનાવી રહ્યા છે.

અભિનેતાએ પોતાના બર્થડે પર ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપ્યું છે. અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ બાદ હવે તેની સિક્વલ ‘પુષ્પાઃ ધ રૂલ’નું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

અલ્લુ અર્જુને પોતે પોતાની ફિલ્મનું ટીઝર અને પોસ્ટર સોશિયલ મીડિયા પર લોન્ચ કર્યું હતું, જેને જોઈને ચાહકોનો ઉત્સાહ  ફિલ્મ જોવા માટે વધ્યો છે. પુષ્પા જે રીતે સફળ સાબિત થઈ છે તેને જોતા પુષ્પા 2 માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અભિનેતાએ પોસ્ટર શેર કર્યું છે જેમાં તેમનો અધભૂત અલગ લૂક સામે આવ્યો છે.આ પોસ્ટરમાં અલ્લુ અર્જુન સાડી-બ્લાઉઝમાં ખૂબ જ ખતરનાક અવતારમાં જોવા મળી રહ્યો છે અને હાથમાં બંદૂક સાથે લીંબુની માળા છે, જ્યારે ટીઝરમાં બધા પૂછતા જોવા મળે છે કે  છે કે પુષ્પા ક્યાં છે?

પુષ્પા 2’નો ટીઝર વીડિયો અને પોસ્ટર અલ્લુ અર્જુનના જન્મદિવસના એક દિવસ પહેલા 7 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું હતું. તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

વિડિયોની શરૂઆત એ કહીને થાય છે કે પુષ્પા ઘણી વખત શૂટ થયા બાદ ક્યાંક ગાયબ થઈ ગઈ છે. પુષ્પાના મોત માટે પોલીસ જવાબદાર હોવાનું માનીને લોકોએ હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. જો કે પુષ્પાની ડેડ બોડી મળી નથી, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે તેનું મૃત્યુ થયું છે તો કેટલાકનું કહેવું છે કે પોલીસે તેને ક્યાંક સંતાડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code