1. Home
  2. ગુજરાતી
  3. સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની ફિલ્મ ‘જેલર’ એ 500 કરોડની કમાણી કરીને બનાવ્યો રેકોર્ડ
સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની ફિલ્મ ‘જેલર’ એ 500 કરોડની કમાણી કરીને બનાવ્યો રેકોર્ડ

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની ફિલ્મ ‘જેલર’ એ 500 કરોડની કમાણી કરીને બનાવ્યો રેકોર્ડ

0
Social Share

મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની ફિલ્મ થોડા દિવસ અગાઉ જ રિલીઝ થી હતી, રિલીઝ થયેલી ફિલ્મ જેલર સતત કમાણી કરી રહી છે ત્યારે હવે આ ફિલ્મે 500 કરોડની કમાણી કરી હોવાનો એહવાલ સામે આવ્યો છે આ સાથે જ આ ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

રજનીકાંતની ‘જેલર’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે રજનીકાંત સ્ટારર જેલર વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. ઘણા દેશોમાં જેલરે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. વિશ્વભરમાં, જેલરે 22 મિલિયન ડોલર એટલે કે 180 કરોડથી વધુની કમાણી કરી છે.

 આ ફિલ્મ થકી રજનીકાંતનું 2 વર્ષ પછી પડદા પર કમબેક કર્યું છે જેમાં તેમને સફળતા પણ મળી. જેલર ફિલ્મે તે કર્યું છે જે નિર્માતાઓએ ભાગ્યે જ વિચાર્યું હશે. રજનીકાંતની ‘જેલર’એ બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી હતી. છેલ્લા 10 વર્ષમાં કોઈ તમિલ ફિલ્મ આવું કરી શકી નથી.
માહિતી અનુસાર કોલીવુડ સિનેમાના ઈતિહાસમાં માત્ર એક જ ફિલ્મ આવું કરવામાં સફળ રહી છે અને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ પણ રજનીકાંતના નામે છે. તે જ સમયે, જેલર કમાણીની બાબતમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

રિલીઝના બીજા સપ્તાહમાં, જેલરે રવિવારે 11માં દિવસે ભારતમાં 19.20 કરોડની કમાણી કરી હતી. જેલરે તમિલમાં 14 કરોડ રૂપિયા, તેલુગુમાં 4 કરોડ રૂપિયા, હિન્દીમાં 70 લાખ રૂપિયા અને કન્નડમાં 50 લાખ રૂપિયા ભેગા કર્યા. બીજી તરફ, રિલીઝના 12મા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે લગભગ 7 કરોડની કમાણી કરી છે.

સુપર સ્ટાર રજનીકાંતના જેલરનું વૈશ્વિક કલેક્શન 507.4 કરોડ સુધી પહોંચી ગયું છે. ભારતમાં જેલરની કુલ કમાણીનો આંકડો 329.4 કરોડ છે. જેલર હવે બીજી સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની ગઈ છે. જેલરે ‘પોનીયિન સેલ્વન’નો 487 કરોડનો આંકડો પાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ સુધી રજનીકાંતના જેલરનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જ્યારે થિયેટરોની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code