1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદઃ બે દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદઃ બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદઃ બે દિવસ ભારે વરસાદની આગાહી

0
Social Share

ગાંધીનગર: રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ ક્યાંય થોડી તો ક્યાંય વધારે પ્રમાણમાં કૃપા વરસાવી છે. અંજારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંજારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગોંડલ શહેરમાં ભારે વરસાદના પગલે અંડરબ્રિજ, બસ સ્ટેન્ડમાં પાણી ભરાય હતા. રવિવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન 24 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલમાં ઘોઘંબામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ છે અને છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ દાંતા પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે સુઈગામ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઇને બેઠા બનાસવાસીઓ પણ સારો મેઘમહેર થતા ખુશખુશાલ થયા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દાતા અને સુઈગામ પંથકમાં વરસ્યો હતો. દાંતા પંથકમાં 24 કલાક દરમિયાન સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ જ્યારે સુઇગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતુ. આ સિવાય પાલનપુર, ડીસા ,ભાભર,વડગામ, વાવ વિસ્તારમાં પણ એવરેજ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ છેલ્લા બે દિવસથી અવિરત પણે છૂટો છવાયો વરસાદ વરસતા સમગ્ર પંથક માં ઠંડક પ્રસરી ગઈ હતી. પ્રથમ રાઉન્ડ મા જ ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે.
હાલ રાજ્યભરનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેહુલિયો મહેરબાન થયો છે. ત્યારે હજી રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો ભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેશે. તો જો વરસાદનાં આંકડાની વાત કરીએ તો બનાસકાંઠા પંથકમાં 24 કલાક દરમિયાન સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ જ્યારે સુઇગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતુ. કચ્છનાં અંજારમાં પાંચ ઈંચ, ગાંધીધામમાં ત્રણ ઈંચ, મુન્દ્રામાં બે ઈંચ અને ભચાઉમાં એક ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડામાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code