1. Home
  2. ગુજરાતી
  3. સ્પેનમાં કોરોનાની રસીનું અભિયાન શરૂ કરાશે
સ્પેનમાં કોરોનાની રસીનું અભિયાન શરૂ કરાશે

સ્પેનમાં કોરોનાની રસીનું અભિયાન શરૂ કરાશે

0
Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશમાં કોરોનાની રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન સ્પેનમાં તા. 27મી ડિસેમ્બરથી કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
સ્પેનના આરોગ્ય પ્રધાન, સેલ્વેડોર ઇલાએ જણાવ્યું હતું કે, અભિયાનમાં પ્રથમ, ફાઇઝર-બાયોંનટેક રસીનો ઉપયોગ કરવામાં આવશે, જેનું શિપમેન્ટ 26 ડિસેમ્બરના રોજ સ્પેનમાં આવશે.

જો યુરોપ આમાં સહકાર આપવા સંમત થશે તો પ્રથમ શક્ય દિવસથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.રસીના કેટલા ડોઝ સ્પેન સુધી પહોંચશે તેની પુષ્ટિ કરવા માટે યુરોપિયન વહીવટીતંત્રની રાહ જોઈ રહ્યા છે. કોરોનાની રસી તમામ લોકોમાં સમાનરૂપે વિતરિત કરવામાં આવશે. મે-જૂન સુધીમાં, 20 કરોડ સ્પેનિશ નાગરિકોને રસી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની રસીની અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. આગામી દિવસોમાં રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code