નરેન્દ્ર મોદી ઈઝરાઈલમાં લોકપ્રિય હોવાનું જણાવીને બેનેટએ પોતાની પાર્ટી જોઈન કરવા કહી વાત
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ દરમિયાન કાપ-26માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઈઝરાઈલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે ચર્ચા કરી હતી. દરમિયાન હસતા હસતા બેનેટે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વખાણ કરીને ઈઝરાઈલની જનતામાં તેઓ લોકપ્રિય હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં મજાકમાં તેમણે પીએમ મોદીને પોતાની રાજકીય પાર્ટી જોઈન કરવાનું કહી દીધું હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં દુનિયાના અનેક દેશોમાં લોકપ્રિય છે. ભારતની વિદેશનીતિને કારણે અમેરિકા અને ચીન બાદ સુપરપાવર બનતા તરફ આગળ વધી રહ્યું છે. દુનિયામાં ભારતની લોકપ્રિયતા વધવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. વિદેશ પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં ત્યાં વસતા ભારતીયો તેમના સ્વાગત માટે ઉમટી પડે છે અને મોદી… મોદીના નારા લગાવીને તેમનું અભિવાદન કરે છે.
વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં વસતા ભારતીય ઉપરાંત જે તે દેશના રાજકીય નેતાઓ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. વિદેશમાં વસવાટ કરતા ભારતીય ઉપરાંત જે તે દેશના નાગરિકોમાં પણ વડાપ્રધાનની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેથી જ અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી સહિતના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટીવી ઉપર લાઈવ સાંભળનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. એટલું જ નહીં અમેરિકાના પ્રમુખ જો બાયડન, બ્રિટનના પીએમ બોરીસ જોનસન સહિતના દુનિયાના નેતાઓમાં પીએમ મોદીની સરખામણી થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસ બાદ આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ કાપ-26 જલવાયુ શિખર સંમેલનમાં અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઈઝરાઈલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે પીએમ મોદીની પ્રથમ ઔપચારિક બેઠક થઈ હતી. જેમાં પ્રોદ્યોગિકી અને ઈનોવેશનના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારે વધારવાની સમજૂતી થઈ હતી. બંને નેતાઓએ રાજકીય સંબંધોની પણ સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીની બેનેટ સાથેની મુલાકાત દરમિયાન મિત્રતા જેવો બંધ જોવા મળ્યો હતો. પીએમ બેનેટએ મોદીને ઈઝરાઈલના લોકપ્રિય હોવાનું કહ્યું હતું. તેમજ હંસતા હંસતા કહ્યું હતું કે, અમારી પાર્ટીને જોઈન્ટ કરી લો.