1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધો-10નું પરિણામઃ ભાભરની શ્રી રાધે ઈન્ટરનેશન સ્કૂલની મિત્તાલી ચૌધરીએ 99.33 PR મેળવીને ગૌરવ વધાર્યું
ધો-10નું પરિણામઃ ભાભરની શ્રી રાધે ઈન્ટરનેશન સ્કૂલની મિત્તાલી ચૌધરીએ 99.33 PR મેળવીને ગૌરવ વધાર્યું

ધો-10નું પરિણામઃ ભાભરની શ્રી રાધે ઈન્ટરનેશન સ્કૂલની મિત્તાલી ચૌધરીએ 99.33 PR મેળવીને ગૌરવ વધાર્યું

0

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાભરમાં આવેલી જાણીતી સ્કૂલ શ્રી રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની ધો-10ના વિદ્યાર્થીઓ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઈને સ્કૂલ અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે.

રાજ્ય સરકાર આયોજિત વર્ષ 2022-23 ધોરણ-10 બોર્ડ પરિણામમાં ભાભર તાલુકા કક્ષાએ શિક્ષણની સાથે-સાથે અનેક ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવતી શાળા શ્રી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં  ચૌધરી મિત્તાલીબેન ભૂપેન્દ્રકુમાર- 99.33 PR સાથે પ્રથમ નંબરે,  રાજપુત જયરાજસિંહ ભમરસિંહ 99-PR સાથે બીજા નંબરે   રાજપુત કિંજલબેન રમેશભાઇ 94.14-PR સાથે ત્રીજા નંબરે, માળી જાગૃતિબેન ભારમલભાઈ  92-PR સાથે ચોથા નંબરે, દેસાઈ દિવ્યાબેન નારણભાઈ 92-PR સાથે પાંચમા નંબરે, ચૌધરી ડિમ્પલબેન તેજાભાઇ 88.80-PR સાથે છઠ્ઠા નંબરે, ચૌધરી વિદ્યાબેન પ્રતાપભાઈ 88.03-PR સાથે સાતમા નંબરે, ઠાકોર આરતીબેન ઠાકરશીભાઈ 87.46-PR સાથે આઠમા  નંબરે પરિણામ મેળવેલ છે. શૈક્ષિણક કારકિર્દીના પ્રથમ સોપાનમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર ટ્રસ્ટી ગણ, આચાર્યશ્રી, તથા શાળા પરિવાર હર્ષની સાથે આનંદની લાગણી અનુભવે છે તથા ઉજ્જવળ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.