આજે 26 મે ,આજના દિવસે શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા ‘પીએમ મોદી’- 15 માં વડાપ્રધાન તરીકે લીધા હતા શપથ
- પીએમ મોદી માટે આજનો દિવસ ખાસ
- આજના દિવસે પીએમ મોદીએ પીએમ પદના લીધા હતા શપથ
- નરેન્દ્ર શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા પીએમ મોદી
દિલ્હીઃ- દેશના પર્ધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌ કોઈના લોકલાડીલા નેતા છે માત્ર ભારતના લોકોની જ પસંદ નથી પરંતુ વિદેશના લોકો પણ એક સારા નેતા તરીકે પીએમ મોદીને જૂએ છે,વિદેશમાં પણ પીએમ મોદીે એક વડાપ્રધાનની જે છબી છે તેને શાનદાર બનાવી છે,ભારતના પ્રધાનમંત્રી તરીકે તેઓ વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે વિદેશ સાથેના સંબંધો સુધારવામાં પીએમ મોદીનો અથાગ ફાળો રહ્યો છે ત્યારે આજના ખાસ દિવસે પીએમ મોદી વિશે વાત કરવી રહી, 26 મે એટલે કે 15 મા વડાપ્રધાન તરીકે આજના દિવસે શ્રી નરેન્દ્ર ભાઈ મોદીે પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા.
વર્ષ 2014ની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીએ આ દિવસે દેશના 15મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં નરેન્દ્ર મોદીએ આ શપથ લીધા હતા અને ગુજરાતના સીેમ રહેલો ચહેરો પીએમ બન્યો હતો
શપથ ગ્રહણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મતદારો દ્વારા તેમના પર મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો અને રાષ્ટ્રના ભાવિ માટે તેમના વિઝનની રૂપરેખા આપી.
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો અને આ વખતે પણ 26 મેની તારીખનું વિશેષ મહત્વ હતું. , 26 મે, 2019 ના રોજ જ, રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
પીએમ મોદીના શપથ સમારોહમાં રાજકીય નેતાઓ, વિદેશી રાજદ્વારીઓ અને વિવિધ ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઉપસ્થિત શ્રોતાઓના ઉલ્લાસ અને તાળીઓના ગડગડાટ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં શપથ લીધા, બંધારણને જાળવી રાખવા, રાષ્ટ્રની સેવા કરવા અને ભારતીય લોકોના ભલા માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી.
પીએમ મોદીએ અત્યાર સુધીના તેમના પીએમના કાર્યકાળમાં અનેક યોજનાઓની શરુઆત કરી
15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2014માં સૌપ્રથમવાર પદ સંભાળ્યું હતું. પ્રથમ કાર્યકાળ દરમિયાન, તેમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, મેક ઈન ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાન (સ્વચ્છ ભારત મિશન) સહિત અનેક મહત્વકાંક્ષી યોજનાઓ રજૂ કરી હતી. તેમનું નેતૃત્વ અર્થતંત્રને આધુનિક બનાવવા, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીને પ્રોત્સાહન માટે તેઓ જાણીતા બન્યા છે.