Site icon Revoi.in

શેરબજારમાં મંદી: સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા

Social Share

મુંબઈઃ આ અઠવાડિયાના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. આજે સવારે BSE સેન્સેક્સ 257પોઈન્ટના ઘટાડા સાથે 82477ની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 65 અંકના ઘટાડા સાથે 25158ની સપાટી પર વેપાર કરી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં, આઇટી ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ ઇન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યો હતો. બીજી તરફ, બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સામાન્ય ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું.

બજારના આ ઘટાડા વચ્ચે, સોના અને ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે, ભારતીય રૂપિયા માટે સારા સમાચાર છે. ડોલરની સરખામણીએ રૂપિયો 9 પૈસા મજબૂત થઈને 86.33 રૂપિયા પર પહોંચ્યો છે, જે આર્થિક સ્થિરતા માટે સકારાત્મક સંકેત આપે છે.