Site icon Revoi.in

અમદાવાદના નરોડા વિસ્તારમાં સામાન્ય બાલોચાલીમાં બે જુથ વચ્ચે પથ્થરમારો

Social Share

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. પત્તા રમી રહેલા લોકો વચ્ચે બાલાચાલી થયા બાદ બે જુથો સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. બળ પ્રયોગ કરીને ટોળાંને વિખેરી નાંખ્યુ હતું.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા અને તેમણે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર બનાવ બાદ નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે  ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો. જ્યારે હાલ બંને પક્ષો તરફથી રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલિસ સૂત્રોના કહેવા મુજબ શહેરના નરોડા વિસ્તારમાં માછલી સર્કલ પાસે કેટલાક લોકો બપોરના સમયે પત્તા રમતા હતા. આ દરમિયાન ત્યાં પત્તા રમી રહેલા લોકો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો શરૂ થયો હતો. અને જોતજોતામાં બંને પક્ષે લોકોના ટોળાં ભેગા થવા લાગ્યા હતા. વાત ઉશ્કેરણીથી શરૂ થઈ ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ હિંસક બબાલ થઈ હતી. અને બંને પક્ષે સામસામે પથ્થરમારો થયો હતો. આ વાતની જાણ થતા સ્થાનિક પોલીસ અને નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન ત્યાં પહોંચ્યા હતા. જેમણે મામલો થાળે પાડવા માટે બળપ્રયોગ કર્યો હતો. હાલ સમગ્ર મામલો થાળે પાડ્યા બાદ બંને પક્ષે ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે.

Exit mobile version