Homeગુજરાતીદેશ-વિદેશવિદ્યાર્થી આંદોલનઃ દિલ્હી સહિત ચાર રાજ્યના વિદ્યાર્થીઓ સામે થયેલી 129 ફરિયાદ રદ

વિદ્યાર્થી આંદોલનઃ દિલ્હી સહિત ચાર રાજ્યના વિદ્યાર્થીઓ સામે થયેલી 129 ફરિયાદ રદ

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર 2026: વિદ્યાર્થી આંદોલન દરમિયાન રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી તેમજ અન્ય 4 રાજ્યોમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી કુલ 129 જેટલી એફઆઈઆર હવે સત્તાવાર રીતે રદ્દ થઈ શકે છે. કેન્દ્ર સરકારે બિહાર, મહારાષ્ટ્ર, અસમ અને પશ્ચિમ બંગાળ સાથે મળીને આ તમામ કેસોને રદ્દ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર અરજી દાખલ કરી હતી. સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, પ્રદર્શન પૂરું થવાના સમયે વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસોને પરત ખેંચવા કે રદ્દ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, જેને હવે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. મંગળવારના રોજ કેન્દ્ર સરકારની આ અપીલને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના અનુચ્છેદ 142 હેઠળ મળતી વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આ એફઆઈઆર રદ્દ કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે.

આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, “હવે આ એફઆઈઆરનો અંત આવી ગયો છે. આ વિવાદ હવે ભૂતકાળ બની ગયો છે અને ઇતિહાસ બની ગયો છે. આ મામલે હવે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની નવી કાનૂની કાર્યવાહી કે એક્શન લઈ શકાશે નહીં.” બંધારણનો અનુચ્છેદ 142 દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ને સંપૂર્ણ ન્યાય પ્રદાન કરવા માટે અનન્ય અને વિશેષ શક્તિઓ આપે છે. આર્ટિકલ 142 હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા કોઈપણ મોટા કે અંતિમ નિર્ણયને દેશની અન્ય કોઈ પણ નીચલી કે ઉચ્ચ અદાલતમાં ક્યારેય પડકારી શકાતો નથી. સરકારના આ પગલાથી વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયેલા સેંકડો વિદ્યાર્થીઓને મોટી કાનૂની રાહત મળી છે અને લાંબા સમયથી લટકતી તલવાર હવે હટી ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular