Site icon Revoi.in

NIMCJ ના BAJMC અને MAJMC ના વિદ્યાર્થીઓએ દિલ્હીનો શૈક્ષણિક પ્રવાસ કર્યો

Social Share

અમદાવાદ: NIMCJ ના વિદ્યાર્થીઓની દિલ્હીની શૈક્ષણિક મુલાકાત દરમિયાન, વિવિધ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની તેમણે મુલાકાત લીધી, વાસ્તવિક રીતે વિવિધ ક્ષેત્રોની કામગીરીનું અવલોકન કર્યું હતું. આ પ્રવાસનો હેતુ મીડિયા સંસ્થાઓ, શાસન અને જાહેર સંદેશાવ્યવહારની તેમની સમજને વિસ્તૃત કરવાનો અને કાર્યપ્રણાલીને સમજવાનો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની મુલાકાત લીધી હતી., મીડીયા અને શાસન ક્ષેત્રના અગ્રણીઓ સાથે અર્થપૂર્ણ ચર્ચાઓ કરી અને સ્થળીય કાર્યપ્રણાલીને સમજવાનો અમુલ્ય અનુભવ લીધો હતો.

વિદ્યાર્થીઓએ ન્યૂઝરૂમની જીવંત કામગીરી નિહાળી અને મીડિયા નિષ્ણાતો સાથે ચર્ચા કરી.તેમજ નેટવર્ક 18ના ગ્રૂપ એડિટર ડૉ. બ્રિજેશકુમાર સિંહ સાથે પણ ગહન સંવાદ કર્યો હતો. ભારતની જૂની અને નવી સંસદ ઇમારતની મુલાકાત કરી અને લોકશાહી અને સંસદના બન્ને ગૃહોની પ્રક્રિયાની નજીકથી સમજ મેળવી હતી તેમજ પ્રધાનમંત્રી મ્યુઝિયમ – ભારતના રાજકીય વારસાની ઝાંખી મેળવી હતી.

યુવા અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સંવાદ કરી યુવા અને રમતગમતની રાષ્ટ્રીય નીતિઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત
ઈન્ડિયા હેબિટેટ સેન્ટરની – સ્થળ મુલાકાત કરી જાણીતા પત્રકાર અને આ સંસ્થાના ડિરેક્ટર કે.જી. સુરેશ સાથે વિશિષ્ટ ચર્ચા કરી હતી. અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ તેના અધ્યક્ષ કિશોર મકવાણા સાથે અર્થપૂર્ણ સંવાદ કર્યો અને આયોગની કામગીરીને નજીકથી સમજી હતી. આ શૈક્ષણિક પ્રવાસમાં પ્રાધ્યાપકો પ્રો. કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા અને ડૉ. ગરીમા ગુણાવત પણ જોડાયા હતાં.

Exit mobile version