કોરોના મહામારી વચ્ચે AY.4.2 નામના નવા વેરિએન્ટ ઉપર શરૂ કરાયો અભ્યાસઃ મનસુખ માંડવિયા
દિલ્હીઃ ભારતમાં કોરોનાનો AY.4.2 નામનો નવો વેરિએન્ટ સામે આવતા સરકારની સાથે કોલોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે કહ્યું હતું કે, નવા વેરિએન્ટ ઉપર સરકારની નજર છે અને દરેક સ્તર ઉપર તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, એઈમ્સ અને નેશનલ સેન્ટર ફોર ડિજીજ કન્ટ્રોલની ટીમો વિવિધ પ્રકારનો અભ્યાસ અને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
WHO દ્વારા કોવેક્સિનની મંજૂરી મામલે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, એક પ્રણાલી છે જેમાં એક ટેકનીકલ સમિતી હોય છે જેને કોવેક્સિનને મંજૂરી આપી છે. જ્યારે બીજી સમિતિ બેઠકમાં નિર્ણય લેશે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય અવસંરચના મિશન હેઠળ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ બે કન્ટેનર સ્થાપિત કરવામાં આવશે. જેમાં તાત્કાલિક સ્થિતિમાં એક સ્થાનથી બીજા સ્થળ પર લઈ જી શકાશે. દરેક કન્ટેનરમાં 200 બેડની ક્ષમતા હશે. તેને દિલ્હી અને ચેન્નાઈમાં સ્થાપિત કરવામાં આવશે. આ કન્ટેનર તાત્કાલિક સ્થિતિમાં હવાઈ માર્ગે અથવા ટ્રેન મારફતે લઈ જવાશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આરોગ્ય સેવાના ક્ષેત્રમાં પ્રતિ પ્રતિકાત્મક નહીં પરંતુ સમગ્ર દ્રષ્ટીકોણ અપનાવાયો છે. કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં આરોગ્ય લક્ષી સુવિધામાં સુધારો કરવાનો મોકો મળ્યો છે. જે માટે રૂ. 64 હજાર કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય અવસંરચના મિશનની શરૂઆત કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 100 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે.