1. Home
  2. ગુજરાતી
  3. અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને આપ્યા અભિનંદન
અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને આપ્યા અભિનંદન

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને આપ્યા અભિનંદન

0
Social Share

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ એટલે કે એમઆઈઆરવી તકનીક સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પહેલા ઉડાણ પરીક્ષણ, મિશન દિવ્યાસ્ત્ર માટે આપણા ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર ગર્વ છે.

2022માં પણ ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે તેણે ટાર્ગેટને 5500 કિલોમીટર દૂર જઈને ધ્વસ્ત કર્યો હતો. આ મિસાઈલને ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડે સંયુક્તપણે વિકસિત કરી છે. મુદ્દો એ નથી કે તેની રેન્જ કેટલી ચે, ચીન અને અન્ય ઘણાં દેશને ડેર છે કે આ મિસાઈલની રેન્જમાં તેમનું સંપૂર્ણ ક્ષેત્રફળ આવી જાય છે.

અગ્નિ-5ની ખાસિયત-

અગ્નિ-5 મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે

તેની લંબાઈ 17.5 મીટર અને તેનો વ્યાસ 2 મીટર એટલે કે 6.7 ફૂટ છે

તેની ઉપર 1500 કિલોગ્રામ ન્યૂક્લિયર વેપન્સ  લગાવી શકાય છે

આ મિસાઈલમાં ત્રણ સ્ટેજનું રોકેટ બૂસ્ટર છે અને તે સોલિડ ફ્યૂલથી ઉડે છે

તેની ગતિ અવાજની ગતિથી 24 ગણી વધારે છે

એટલે કે આ મિસાઈલ એક જ સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપી શકે છે

અગ્નિ-5 મિસાઈલ 29 હજાર 401 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી દુશ્મન પર હુમલો કરે છે

તેમાં રિંગ લેઝર ગાઈરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, NavIC સેટેલાઈટ ગાઈડન્સ સિસ્ટમ લાગેલી છે. અગ્નિ-5 મિસાઈલ ટાર્ગેટ પર ચોક્કસાઈપૂર્વક હુમલો કરે છે. જો ટાર્ગેટ પોતાના સ્થાને હટીને 10થી 80 મીટર સુધી જાય છે, તો તેનું બચવું મુશ્કેલ છે.

2007માં પહેલીવાર બની હતી મિસાઈલ યોજના

આ મિસાઈલ બાબતે વૈજ્ઞાનિક એમ. નટરાજને 2007માં પહેલીવાર યોજના બનાવી હતી. અગ્નિ-5 મિસાઈલને લોન્ચ કરવા માટે મોબાઈલ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. તે ટ્રક પર લોડ કરીને કોઈપણ સ્થાને પહોંચાડી શકાય છે. 50 હજાર કિલોગ્રામ વજનવાળી અગ્નિ-5 મિસાઈલને 200 ગ્રામની કંટ્રોલ એન્ડ ગાઈડન્સ સિસ્ટમ દ્વારા નિયંત્રિત કરાય છે. આ મિસાઈલ પર જ લાગેલી હોય છે. તેને સિસ્ટમ ઓન ચિપ આધારીત ઓન બોર્ડ કોમ્પ્યુટર પણ કહે છે. MIRV તકનીક એટલે કે મિસાઈલના નાક પર બેથી 10 હતિયાર લગાવી શકાય છે. એટલ કે એક જ મિસાઈલ એકસાથે સેંકડો કિલોમટીટરમાં ફેલાઈને 2થી 10 ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.

અગ્નિ-5 મિસાઈલનું પહેલું સફળ પરીક્ષણ 19 એપ્રિલ, 2012ના રોજ થયું હતું. તેના પછી 15 સપ્ટેમ્બર, 2013, 31 જાન્યુઆરી, 2015, 26 ડિસેમ્બર, 2016, 18 જાન્યુઆરી, 2018, 3 જૂન, 2018 અને 10 ડિસેમ્બર, 2018ના રોજ તેના સફળ પરીક્ષણ થયા. અગ્નિ-5 મિસાઈલના અડધો ડઝનથી વધારે સફળ પરીક્ષણ થઈ ચુક્યા છે. આ પરીક્ષણોમાં મિસાઈલને વિભિન્ન માપદંડો પર ચકાસવામાં આવી છે. તેમાં ઉજાગર થયું છે કે આ મિસાઈલ દુશ્મનને બરબાદ કરવાનું સૌથી શ્રેષ્ઠ હથિયાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code