નવી દિલ્હી: હવે સુપ્રીમ કોર્ટના જજ તેમની સંપત્તિ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી જજોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ન્યાયાધીશો તેમની સંપત્તિ ચીફ જસ્ટિસ સમક્ષ જાહેર કરશે. જો કે, કોર્ટની વેબસાઇટ પર તેને જાહેર કરવાનો નિર્ણય સ્વૈચ્છિક રહેશે.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ અનુસાર, ન્યાયાધીશોએ બેઠકમાં નિર્ણય લીધો કે જ્યારે પણ તેઓ પદ સંભાળે અથવા કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળે, ત્યારે તેમણે મુખ્ય ન્યાયાધીશ સમક્ષ તેમની સંપત્તિ જાહેર કરવી જોઈએ. ચીફ જસ્ટિસે પણ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે. જોકે, સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જજોની સંપત્તિ જાહેર કરવી સ્વૈચ્છિક રહેશે. આ બેઠકમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના સહિત 30 જજોએ તેમની સંપત્તિ જાહેર કરી હતી.