1. Home
  2. ગુજરાતી
  3. સુરતઃ પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટને પગલે દેશના 11 શહેરોમાં સમાવેશ
સુરતઃ પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટને પગલે દેશના 11 શહેરોમાં સમાવેશ

સુરતઃ પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટને પગલે દેશના 11 શહેરોમાં સમાવેશ

0
Social Share

અમદાવાદઃ સુરતમાં પ્રદુષણ ઘટાડવા માટે મનપા દ્વારા જાહેર પરિવહન સેવાની સાથે પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સુરતવાસીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ઇન્ડિયન સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દેશના 113 જેટલા શહેરોએ ભાગ લીધો હતો. જેમાં 11 શહેરોમાં સુરતની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેથી સુરત કોર્પોરેશનને પ્રોત્સાહનના ભાગરૂપે રૂ. એક કરોડ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોર્પોરેશને શહેરીજનોને પરિવહનની સેવા મળી રહે તે માટે સિટી બસની સાથે બીઆરટીએસની સેવા કાર્યરત કરી છે. આ ઉપરાંત લોકો સરકારી પરિવહનનો ઉપયોગ કરે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને રોજ તેની રાઇડરશિપમાં પણ વધારો થઇ રહ્યો છે.

સુરતમાં ટ્રાફિકનું ભારણ અને પ્રદુષણ ઓછું કરવા માટે 1160 જેટલી સાયકલો જુદા જુદા 130 ડૉકીંગ સ્ટેશનો પર મુકવામાં આવી છે. અત્યારસુધી કુલ 14 હજાર કરતા પણ વધુ રજીસ્ટર્ડ યુઝર છે. જે 3 હજાર ટ્રીપ પ્રતિ દિવસ ઉપયોગ કરી રહ્યા છે. શહેરીજનો હજી પણ સાઇકલનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સુરત મનપા દ્વારા ભવિષ્યમાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે. શહેરમાં જુદા જુદા 52 કિમીના ડેડીકેટેડ સાઇકલ રૂટ છે અને 5 કિમીના સાઇકલ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ઇન્ડિયન સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત કુલ 113 શહેરોએ ભાગ લીધો હતો. આ ચેલન્જના ભાગરૂપે ઓનલાઇન ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેરને ટોપ 25 શહેરોમાં સ્થાન મળ્યું હતું. દરમિયાન તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 11 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પણ સુરતનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code