
સાઉથ આફ્રિકાથી પરત આવેલાં સુરતનો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 4 કેસ થયા
- રાજ્યમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો
- સુરતનો યુવાન થયો ઓમિક્રોન સંક્રમિત
- સાઉથ આફ્રિકાથી આવ્યો હતો યુવક
- રાજ્યમાં કુલ 4 ઓમિક્રોનના કેસ
સુરત:સમગ્ર વિશ્વમાં ઓમીક્રોન વેરિયેન્ટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યાં હવે સાઉથ આફ્રિકાથી પરત ફરેલા સુરતના એક વ્યક્તિનો ઓમીક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.આ માહિતી સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડોકટર આશિષ નાયકે આપી છે.દર્દીની ઉંમર 42 વર્ષ છે.અને તે સોમવારે સંક્રમિત જોવા મળ્યો હતો.આ સુરતમાં ઓમીક્રોનનો પહેલો કેસ છે.આ સાથે ગુજરાતમાં આ નવા વેરિયન્ટના કુલ કેસની સંખ્યા ચાર થઇ ગઈ છે.
આ પહેલા જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં 72 વર્ષીય NRI પુરુષ, તેની પત્ની અને પત્નીનો ભાઈ સામેલ છે. આ લોકો ઝિમ્બાબ્વેથી પરત ફર્યા હતા. જ્યારે સુરતમાં જે વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત મળી આવ્યો છે તે એક બિઝનેસમેન છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે,આ વ્યક્તિ 3 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાથી કેન્યા અને અબુ ધાબી થઈને દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો હતો. ત્યારબાદ તે કોરોના વાયરસથી સંક્રમિત જણાયો ન હતો.
આ પછી, જ્યારે બીજા દિવસે તપાસ કરવામાં આવી ત્યારે પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, ‘તેમને આઈસોલેશન માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ 8 ડિસેમ્બરે તે કોરોના વાયરસથી સંક્મિત થયા હતા.જે બાદ તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.ત્યારબાદ સોમવારે જાણવા મળ્યું હતું કે,તે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે.અધિકારીએ કહ્યું કે,હવે દર્દીને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. દર્દીના તમામ સંબંધીઓ અને એકસાથે મુસાફરી કરી રહેલા ચાર લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.