Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ, ધ્રાંગધ્રાના 3 ગામોમાં કલેકટર દ્વારા અપાયો પ્રવેશ

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ અને ગંજેળા ગામની શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો હતો.  પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ કન્યા કેળવણી વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ખેલ મહાકુંભ, કલા મહાકુંભ અને યોગા જેવી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગામે ગામ શાળા ત્રિદિવસિય શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા તાલુકામાં રાજચરાડી, ભારદ અને ગંજેળા ગામની શાળાઓમાં બાળકોને જિલ્લા કલેક્ટર દ્વારા  પ્રવેશોત્સવ કરાવ્યો હતો.  શાળાના વિદ્યાર્થીઓએ કન્યા કેળવણી વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ખેલ મહાકુંભ, કલા મહાકુંભ અને યોગા જેવી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાની 101 શાળાઓના 6,126 વિદ્યાર્થીઓ શાળા પરિવહન યોજનાનો લાભ મેળવી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત વર્ષ 2030 સુધીમાં 100% નામાંકન અને ગુણવત્તાલક્ષી શિક્ષણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધારવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળા પરિવહન યોજના અંતર્ગત ગ્રામીણ અને દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને મફત પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થીઓની શાળામાં નિયમિતતા વધી છે અને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો નોંધાયો છે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, પદાધિકારીઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version