Site icon Revoi.in

સુરત-ઉત્રાણ વચ્ચે તાપી નદી પર નવો રેલવે બ્રિજ બનાવવા સર્વે કરાયો

Social Share

સુરતઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ ટ્રાફિક સતત વધતા જાય છે. ત્યારે દાહણુથી ભરૂચ વચ્ચે ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક નાંખવા રેલવેતંત્ર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. આ નવા ટ્રેક માટે સુરત-ઉત્રાણ વચ્ચે તાપી નદી પર નવો રેલવે ઓવરબ્રિજ બનાવવો પડશે. તાપીનદી પર રેલવે ઓવરબ્રિજ બનાવ્યા વગર ટ્રેક નાંખી શકાય તેમ નથી. તેથી રેલવેના અધિકારીઓએ સુરત યાર્ડથી લઈને ઉત્રાણ પાસે હયાત પુલ નંબર 452ની સમાંતર નવો રેલવે ઓવર બ્રિજ (ROB) બનાવવા માટે સર્વે કરાયો છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. પેસેન્જર અને ગુડઝ ટ્રેનોના ટ્રાફિકને લીધે વધુ ટ્રેક નાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. જે અંતર્ગત દાહણુથી ભરૂચ સુધી નવા બે રેલવે ટ્રેક નાંખવા માટે પણ મંજૂરી આપી દેવાઈ છે. દાહણુથી ભરૂચ વચ્ચે ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક નખાશે. હવે નવા બે રેલવે ટ્રેક નાખવા માટે સૌથી પહેલા તાપીનદી ઉપર ઉત્રાણ નજીક રેલવે ઓવરબ્રિજ બનાવવો પડે તેમ છે. આ બ્રિજ વગર નવા ટ્રેક નાખવા અસંભવ છે. ઉપરાંત આ બંને નવા ટ્રેકને સુરતના હયાત રેલવે યાર્ડ સુધી કનેકટ કરવું પણ અનિવાર્ય છે. ત્યારે સુરત-ઉત્રાણ વચ્ચે નવો બ્રિજ બનાવવા માટે સર્વે કરાયો છે. રેલવેના અધિકારીઓએ હયાત ઉત્રાણ રેલવેબ્રિજથી સુરત યાર્ડ સુધી સર્વે હાથ ધર્યો હતો.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ વચ્ચે હાલમાં બે ટ્રેક ઉપલબ્ધ છે. આ બંને ટ્રેક એટલા વ્યસ્ત છે કે નવી ટ્રેન દોડાવવી મુશ્કેલ છે. હવે મુંબઈમાં દાહણુ સુધી ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક તૈયાર છે. જ્યારે દહાણુથી ભરૂચ સુધી ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક બનાવવા રેલવેતંત્ર દ્વારા ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે. ત્યારે ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક બન્યા બાદ મેમુ, લોકલ અને વંદે ભારત, શતાબ્દી સહિતની પ્રીમિયમો ટ્રેન નવા ત્રીજા અને ચોથા ટ્રેક પર દોડાવાશે. જ્યારે હયાત એક અને બે નંબરના ટ્રેક પરથી અત્યાર સુધી ચાલી આવેલી વ્યવસ્થા અનુસાર તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો દોડાવવા રેલવે તંત્રએ નક્કી કર્યું છે.