1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલ બાદ મ્યુનિ.ની ઝૂંબેશ, વધુ 266 રખડતા ઢોરને પકડ્યા

અમદાવાદઃ  શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો 1લી સપ્ટેમ્બરથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સીએનડીસી વિભાગે મંગળવારે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 266 જેટલાં ઢોર પકડવામાં આવ્યા હતા. શહેરનાં પૂર્વ વિસ્તારના નિકોલમાં સીએનડીસી  ટીમ ઢોર પકડવા ગઈ ત્યારે જશા ભરવાડ નામના વ્યક્તિએ કામગીરી દરમિયાન જાહેર […]

અમદાવાદમાં તાવ, ટાઈફોડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો, મ્યુનિનું હેલ્થ વિભાગ બન્યુ સક્રિય

અમદાવાદઃ  શહેરમાં જુન-જુલાઈ મહિના દરમિયાન પડેલા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. પરંતુ વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ  દિવસમાં પાણીજન્ય ઝાડા ઊલટીના 65 કેસ, ટાઇફોઇડના 41 અને […]

અમદાવાદમાં છેલ્લા 4 મહિનામાં AMTS અને BRTS બસો દ્વારા 259 અકસ્માતોમાં 13ના મોત થયાં

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પૂરઝડપે અને બેફામરીતે ચલાવાતા વાહનોને લીધે થતાં અકસ્માતોને લીધે નિર્દોષ માનવ જીન્દગી મોતના મુખમાં ધકેલાતી હોય છે. અકસ્માતોમાં એએમટીએસ અને બીઆરટીએસ પણ પાછળ નથી. બન્ને સેવાઓ ખાનગી ઓપરેટરને હવાલે હોવાથી તેના ડ્રાઈવરો પૂરઝડપે બસ ચલાવતા હોય છે. એટલું જ નહીં બસના ચાલકો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલફોન પર વાત […]

સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે, રાજકોટમાં જ મળશે સારવાર

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની આધુનિક સારવાર  રાજકોટ ખાતે જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી […]

અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં AMTS બસની અડફેટે સાયકલસવારનું મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બીઆરટીએસ અને એએમટીએસ બસના ચાલકો પણ પૂરઝડપે વાહનો હંકારતા હોવાની ફરિયાદો પણ મળી રહી છે. ત્યાકે શહેરના હીરાવાડી વિસ્તારમાં પૂરઝડપે આવેલી એએમટીએસની બસએ એક સાયકલને ટક્કર મારતા સાયકલસવારનું ઘટના સ્થળે  મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને એએમટીએસ બસમાં તોડફોડ […]

અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલની સાથે જ 106 ઢોર પકડાયાં, 15 સામે પોલીસ ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને અંકુશમાં લેવા માટે ઢોર નિયંત્રણ પોલીસી બનાવીને એનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશનના સીએનડીસી વિભાગ દ્વારા રવિવારે સાત ઝોનમાં ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરીને 106 રખડતા ઢોરને પકડતા કેટલાક પશુપાલકો ઢોર છોડાવવા માટે દોડી આવ્યા હતા. નંબર પ્લેટ વગરના વાહનો સાથે આવેલા 15થી 20 શખસોએ ઢોર પકડ […]

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

 જન્માષ્ટમીના મહાપર્વને બસ ગણતરીના દિવસો બાકી   અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની […]

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહેવાની 7067 ફરિયાદો, SG હાઈવેના બ્રિજ પર પણ અંધારા

અમદાવાદઃ શહેરના નાગરિકોને પાણી, રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટ અને ગટરની સુવિધા પુરી પાડવી એ મ્યુનિ.કોર્પોરેશનની પ્રાથમિક ફરજ ગણાય છે. પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં પણ નિષ્ફળ સાબિત થી રહ્યું છે. શહેરમાં મોટાભાગના રોડ-રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈનો બંધ રહેતી હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં શહેરના એસ જી હાઈવે સહિતના બ્રિજ પર તો […]

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, તાવ, ટાઈફોડ, ઝાડા-ઊલટીના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઝાડા-ઊલટી, ટાઈફોઇડ, ડેન્ગ્યુ સહિતના કેસોમાં વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા, ઇસનપુર, લાંભા, જશોદાનગર, રામોલ, અસારવા ઓઢવ અને પશ્ચિમમાં ગોતા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. વધતા જતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં […]

અમદાવાદ રાત્રે દંપત્તીને પોલીસે લૂંટી લેતા હાઈકોર્ટે સુઓમોટા દાખલ કરી કમિશનર પાસે માંગ્યો જવાબ

અમદાવાદઃ શહેરમાં રક્ષક જ ભક્ષક બની રહ્યોનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. શહેરમાં રાત્રે એરપોર્ટથી ટેક્સીમાં બેસીને પોતાના ઘેર જઈ રહેલા દંપત્તીને કાર ચેકિંગના બહાને ઊબી રખાવીને ધમકી આપીને બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટીબીઆર જવાને ભાગા મળીને રૂપિયા 60,000 લૂંટી લીધા હતા. આ બનાવની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code