1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદ પ્લેનક્રેશમાં 60 જેટલા વિદેશી પ્રવાસી, 169 ભારતીય મુસાફર

ગાંધીનગરઃ અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થયાની ઘટનામાં હજુ સુધી જાનહાનીની કોઈ વિગતો સામે આવી નથી. બીજી તરફ ફાયરબ્રિગેડ સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પ્રવાસીઓની યાદી જાહેર થઈ છે. જેમાં 60 જેટલા વિદેશી મુસાફરો હતા. જ્યારે 169 જેટલા ભારતીય […]

અમદાવાદમાં જગન્નાથજીની 148મી જળયાત્રા વાજતે-ગાજતે નિકળીને નીજ મંદિરે પરત ફરી

જળયાત્રામાં મહંત દિલિપદાસજી, ટ્રસ્ટીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા, મહંત, ટ્રસ્ટીઓએ ક્રૂઝ પર સવાર થઇને સાબરમતી નદીના મધ્યમાં જઈને જળ લીધું, નીજ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કરાયો અમદાવાદઃ શહેરમાં ભાગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અષાઢી બીજને 27મી જુને યોજાશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે જેઠસુદ પુનમના દિને જગન્નાથજીના મંદિરથી જળયાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જળયાત્રામાં […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

યોગ શિબિરમાં 15 હજારથી વધુ શહેરીજનો સહભાગી થયા, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરાયો અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ હતી. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઊજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના […]

અમદાવાદમાં મોંઘા સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરનારા બે શખસો રાજસ્થાનથી પકડાયા

ડુંગરપુરના બે શખસો સ્પોર્ટ બાઈકની ચોરી કરતા હતા, શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સાબરમતીમાંથી 1 વર્ષમાં 9 બાઈક ચોરી લીધા, સ્ટિયરિંગનું લોક તોડી નાખી વાયરથી કનેક્શન આપી ઉઠાવી જતા હતા અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં માત્ર સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા રાજસ્થાનના ડૂંગરપુરના બે શખસોને ચોરીના બાઈક સાથે પોલીસે ઝડપી લીધા હતા.બન્ને શખસોએ છેલ્લા 1 વર્ષમાં શહેરના વસ્ત્રાપુર, […]

અમદાવાદમાં પોસપોર્ટ સેવા કેન્દ્રોના સર્વર ઠપ થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા

300 જેટલા અરજદારોનું સબમિશન ન થતા ઉગ્ર બોલાચાલી થઈ, અરજદારોએ એપોઇમેન્ટ રિશિડ્યુલ કરવી પડી, પાસપોર્ટ કચેરીએ વર્ઝન 2. 0 શરૂ કર્યાં બાદ વારંવાર સર્જાતી સમસ્યા અમદાવાદઃ શહેરના બે પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અગાઉથી ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને આવેલા અરજદારોને સર્વર ઠપ હોવાથી પરત ફરવાની ફરજ પડી હતી. પાસપોર્ટ કચેરીએ વર્ઝન 2.0 શરૂ કર્યાં બાદ વારંવાર સિસ્ટમમાં […]

અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર પોલીસે બુલેટ માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યું

બુલેટ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ જોડાયા, જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચનો પ્રારંભ કરાવ્યો,   પોલીસ દ્વારા હવે ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે પરંપરાગતરીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે પોલીસ દ્વારા પણ બંદોબસ્તની તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરમિયાન […]

અમદાવાદના જૂહાપુરામાં બે ગુનેગારોના ઘર પર મ્યુનિનું બુલડોઝર ફર્યું

નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘરને તોડી પડાયા, 20થી વધુ ગુનાઓ નઝીર વોરા સામે નોંધાયેલા છે, ડીમોલિશન દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ શહેરના જૂહાપુરા વિસ્તારમાં ગુનાઈત પ્રવૃતિ સાથે સંકળાયેલા બે શખસોના ગેરકાયદે મકાનો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો સઘન બેદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવની કામગીરી નિહાળવા […]

અમદાવાદમાં ત્રણ વાહનોને અડફેટે લઈને પૂરફાટ ઝડપે કાર દૂકાનમાં ઘૂંસી ગઈ

શહેરના ઘોડાસર વિસ્તારમાં વહેલી સવારે બન્યો બનાવ, કારચાલક 18 વર્ષનો યુવાન ઘરે કહ્યા વિના જ કાર લઈને નિકળ્યો હતો, કારે ડીપી સાથે અથડાઈને પલટી ખાધી અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર પાસે એક કાર ચાલક યુવક ઘરેથી કહ્યા વિના કાર લઈને વહેલી સવારે નિકળ્યો હતો. યુવકે પૂરપાટ ઝડપે કાર દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. […]

અમદાવાદમાં રિક્ષામાં ડિલિવરી કરવા નિકળેલી મહિલા અને તેનો સાથીદાર પકડાયા

બાઉન્સર મહિલા મુંબઈથી ડ્રગ્સ લાવીને ડિલિવરી કરતી હતી, રિક્ષાચાલક ડ્રગ્સનો બંધાણી હોવાથી બાઇન્સર મહિલાના સંપર્કમાં આવ્યો હતો,  પોલીસે 31 લાખના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે લીધો   અમદાવાદઃ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરના રામોલ વિનયપાર્ક ત્રણ રસ્તા પાસેથી એક રિક્ષામાં પસાર થઈ રહેલી સિરિનબાનુને ઝડપીને ડ્રગ્સનો […]

અમદાવાદમાં કરાર વિના ભાડે આપતા મકાનમાલિકો સામે 15 દિવસમાં 500 ફરિયાદ

રથયાત્રા પૂર્વે પોલીસનું સર્ચ ઓપરેશન, મકાનો કે દૂકાનો પણ કરાર વિના ભાડે આપી હશે તો પગલાં લેવાશે, પોલીસે દરેક વિસ્તારમાં શરૂ કરી તપાસ અમદાવાદઃ પરપ્રાંતના અનેક લોકો નોકરી-ધંધા અને રોજગારી મેળવવા માટે અમદાવાદમાં આવીને સ્થાયી થઈ રહ્યા છે. અને પ્રથમ ભાડાના મકાનમાં રહેતા હોય છે. મકાનમાલિકો લીવ એન્ડ લાયસન્સ હેઠળ ભાડા કરાર કરીને પોલીસ સ્ટેશનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code